બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ કોને કહી શકાય આ જમાનમાં?

 

  બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી,

       વિશેષ તકો એ ઊભી કરે છે.     — ફ્રાંસિસ બેકન

 

   આજ-કાલ બધાને એ.સીવાળી ઓફિસોમાં કમ્પ્યુટર પર 5000 કે 6000 રૂપિયામાં નોકરી કરવી છે. પણ જો તેનાથી વધારે પગાર મળતો હોય તેવી કોઈ દુકાન પર નોકરી નથી કરવી કારણ કે ત્યાં એ.સી. નહીં હોય અને કદાચ તમારા કપડાં પણ બહુ જ ગંદા થાય એવું પણ બને અને લોકો ત્યાથી નીકળતા હોય તો તેઓ તમને જોવાના જ છે તે તો ખરું જ!!

   એક 25-26 વર્ષનો છોકરો નોકરીની તલાશમાં વિદેશ જાય છે એટ્લે ત્યાં કાઇં નોકરી રેઢી તો નથી પડી ને! તેને એક ટેક્ષી ડ્રાઈવરની નોકરી મળે છે એટલે તે તેના મિત્રોને કહે છે કે ““દોસ્ત હું તો અહિયાં કોઈ મોટી કંપનીમાં નોકરી કરવા આવ્યો હતો આ ટેક્ષી ડ્રાઈવરની નોકરી?” ત્યારે તેનો દોસ્ત કહે છે ““અરે, યાર અહિયાં કામ નાનું હોય કે મોટું કામ કરવાવાળાની દરકાર, હિજજત હોય છે. ક્યૂ કામ કરો છો એ નહીં””     શું સુપર્બ ડાયલોગ કહ્યો છે. અહિયાં હું આપને ટેક્ષી ડ્રાઈવર કે રિક્ષા ડ્રાઈવર બની જાવ એવું નથી કહેવા માંગતો ભલે તે લોકો પણ પોતાના પેટ માટે જ કામ કરતાં હોય છે, પોતાના કુટુંબનું ભારણ પોષણ માટે જ કામ કરે છે. પણ અહિયાં આપણો ટોપીક છે બુદ્ધિશાળી કોણ?

   એક ઇમારત ચણવાવાળા ત્રણ કડિયા ભાઈઓને એક પ્રશ્ન પુછવામાં આવ્યો “તમે શું કરી રહ્યા છે?” એક સરખો જ પ્રશ્ન પણ, ત્રણે-ત્રણનો જવાબ અલગ-અલગ જોઇએ આપણે બધા. પહેલા કડિયા ભાઈએ કહ્યું “”તમને દેખાતું નેથી હું મજૂરીકામ કરી રહ્યો છું.”” બીજાએ કહ્યું “”ભાઈ હું તો મારા કુટુંબના લોકો માટે રોજી-રોટી કમાઈ રહ્યો છું.”” અને ત્રીજાએ કહ્યું “””દોસ્ત હું ઇમારતોનો પાયો ચણી રહ્યો છું જેનાથી ભવિષ્યમાં આ ઇમારત પર જે ઓફિસ બનશે ત્યાં ઘણા લોકો કામ કરશે અને રૂપિયા કમાશે””” બોલો!! કેટલો ફર્ક છે ત્રણે-ત્રણ કડિયા ભાઇઓના જવાબ નો.. કાદાચ મારા ખ્યાલ પ્રમાણે હું આમાથી ત્રીજા કડિયાભાઇ ને બુદ્ધિશાળી માનીશ..

  બુદ્ધિશાળી એ કે જે કેબીસી(કોણ બનેગા ક-રોરપતિ)માં દરેકે-દરેક પ્રશ્નોનાં જવાબ ત્રીસ-ત્રીસ સેકન્ડ કે વધીને ત્રણ-ચાર મિનિટમાં આપી દે તે બુદ્ધિશાળી કે અથવા એ કે જે આ બધા પ્રશ્નોનાં જવાબ આપવા માટે અલગ-અલગ વ્યક્તિને હાયર કરી લે અને પોતાના દિમાગનો જરૂર પડે ત્યારે જ અને તેટલો જ ઉપયોગ કરે તેને.  અત્યારે બધા એવું માનવા લાગ્યા છે કે જેટલી તમારી પાસે ડિગ્રીઓ વધુ એટલા તમે વધારેમાં વધારે બુદ્ધિશાળી!!!  અત્યારે એવું પણ એક તારણ નિકળ્યું છે કે જો તમને ફેસબૂક(FACEBOOK) વિષે જાણકારી ના હોય તો તમે બુદ્ધિશાળી નો કહેવાય. તો ફેસબૂકમાં એકાઉન્ટ(ખાતું) હોવું એને બુદ્ધિશાળી કહેવાય કે જેને ફેસબૂક શરૂ કર્યું તેઓ “માર્ક જકરબર્ગ” તે બુદ્ધિશાળી કહેવાય.

  કોઈ ઓફિસમાં 5 કે 10 કે 15000/- નો નોકરી કરવાવાળા એમ્પ્લોય ને બુદ્ધિશાળી ગણવું કે તે જ ઓફિસના માલિક જેને એવા 5 કે 6 એમ્પ્લોય ને નોકરીએ રાખ્યા હોય તેને બુદ્ધિશાળી ગણવું. (અલબત, તે માલિક તેના એમ્પ્લોય કરતાં તો ઓછું જ ભણેલા હોય છે.!!)

   હવે, ઘણી બધી વાતો થઈ ગઈ. આ બધા જ માં બધા જ નોકરી કરતાં હોય એવા લોકો તેના માલિકો કે રિક્ષા ડ્રાઈવર, ટેક્ષી ડ્રાઈવર આ બધા જ પોત-પોતાની જગ્યાએ બુદ્ધિશાળી છે જ. બધા આખરે તો પોતાનું અને પોતાના કુટુંબ માટે જ કામ કરતાં હોય છે અને પગાર મેળવતા હોય છે. આવડી મોટી વાત અત્રે કરવી એટલે જરૂરી બને છે કે બુદ્ધિ ને ડિગ્રી સાથે ના તોલવી જોઇએ. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ બરાબર છે અને ડિગ્રી ડિગ્રીની જગ્યાએ. કોઈ આપને ગમે તેટલા અબુદ્ધિશાળી માનતા ભલે હોય પણ જ્યાં સુધી આપ આપના વિષે શું માનો છો, શું વિચારો છો એ વધારે મહત્વનુ છે. અલબત, બુદ્ધિ ને ડિગ્રી સાથે સરખાવી તદન બેવફુંકી ભરેલી વાત છે.

     અસંભવ એક એવો શબ્દ છે કે જે કેવળ મૂર્ખાઓના શબ્દકોશમા મળે છે.

                                                                                —-નેપોલિયન                                          

   

  

  

Leave a comment