પૂના, 15 ઓગસ્ટ, 1947

પૂના, 15 ઓગસ્ટ, 1947
પૂના શહેરના એક ખાલી મેદાનમાં જે વિધિ થઈ રહી હતી તેવી વિધિ ભારતમાં હજારો જગ્યાએ થઈ રહી હતી. ધ્વજવંદનની એ વિધિ હતી. પણ બીજા ધ્વજવંદનો કરતાં આ વિધિ સહેજ જુદી તારી આવતી હતી. 500 માણશોના જુથ વચ્ચે જે ધ્વજ કાઠી પર ચડી રહ્યો હતો, તે આઝાદ ભારતનો રાષ્ટ્રધ્વજ ન હતો. એ ત્રિકોણાકાર ભગવો ઝંડો હતો અને તેના પર જે પ્રતિક હતું તેવા જ પ્રતિક તો એક દાયકા પહેલા સમગ્ર યુરોપને થથરાવી નાખ્યું હતું. સ્વસ્તિકનું પ્રતિક હતું.
હિટલરે જે કારણે એ પ્રાચીન પ્રતિક લહેરાવ્યું હતું તેવા જ કારણથી પુનામાં પણ એ નાનકડી સભામાં ત્રિકોણ ભગવા ઝંડા પર આજે ફરકાવવામાં આવી રહ્યું હતું. એ આર્યોનું પ્રતિક હતું. હિંદના ઉપખંડમાં ઉતારી આવેલા આર્યો વિસરાઈ ગયેલી કેટલીય સદીઓ પહેલા એ પ્રતિક લાવ્યા હતા. પુનામાં અહી જે માણશો એકઠા થયા હતા તે બધા રાષ્ટ્રીય સ્વ્યંસેવેક સંઘના સભ્યો હતા. 48 કલાક પહેલા જિનહાએ માઉન્ટબેટન સાથે ખતમ કરવાનું કાવતરું ઘડનારા, અર્ધ-ફાસિવાદી ચળવળમાં માનનારા એ સૌ ચુસ્ત હિન્દુઓ હતા અને આર્યોના સીધા વારસો તરીકે પોતાની જાતને ગણતાં હતા.
ભારતના બીજા છેડે બેઠેલા અહિંસાના ચશ્માધારી ફિરસ્તા સાથે તેમની એક લાગણી તદ્દન સરખી હતી. આ લોકોને પણ હિંદના ભાગલાથી પારવાર દુખ થતું હતું. પણ બસ, આટલેથી જ ગાંધી અને ગાંધીની વિચારસરણી સાથેનું તેમનું સામ્ય પૂરું થતું.
આ જૂથને એક જ સ્વપન હતું : સિંધુ નદીના પ્રદેશોમાથી પૂર્વ બર્મા સુધી, તિબેતથી માંડીને કન્યાકુમારી સુધી, એક મહાન હૂંડી સામ્ર્જ્યની પુનઃસ્થાપના કરવી. તેમણે માટે હિંદના રાષ્ટ્રીય નેતા હિંદના કટ્ટર દુશ્મન જેવા લાગતાં. અહિંસાના સિદ્ધાંતોથી તેમણે લોકોને મુક્તિ સુધી દોર્યા હતા, તે સિદ્ધાંતને તે “ડરપોકના તત્વજ્ઞાન” જેવા ગણતાં. તેને કારણે હિન્દુ લોકોના ચારિત્ર્યમાથી જોમ ચાલી ગયું છે તેવું તે માનતા. ગાંધી જે ભાઈચારાનો ઉદ્દેશ આપતા, તેવા ભારતના મુસ્લિમો તરફ કોઈ પણ ભાઇચારાને તેમના સ્વ્પ્નોમાં સ્થાન ન હતું. એ લોકો પોતાની જાતને હિન્દુઓ જ ગણતાં અને તેથી જ પોતાની જાતને ઉપખંડના એકમાત્ર કાયદેસરના માલિક ગણતાં. મુસ્લિમો તેમણે માટે દેશને બથાવી પાડના મોગલોમાથી ઉતરી આવેલા હતા.
પણ આથી વધૂ તો, ભારતના વયોવૃદ્ધ નેતાને એક અક્ષમ્ય પાપ માટે જવાબદાર ગણતાં હતા. ગાંધીને માટે આવો આરોપ મૂક્યો તે પણ વિધિની ક્રૂર વિચિત્રતા હતી અને ગાંધીની જિંદગીમાં તે એ ક્રૂરતાં પળ હતી. ગાંધી જ એકમાત્ર એવા રાજનીતિજ્ઞ હતા કે જેમને છેક છેવટ સુધી ભાગલાનો વિરોધ કર્યો હતો અને છતાં આ લોકો તેમને જ ભાગલા માટે જવાબદાર ગણતાં હતા.
ઓગસ્ટ મહિનાનો બપોરે, પુનની એ સભા સમક્ષ એક અખબારનવીસ ઊભો હતો. 1947ની એ ગિષ્મમાં નથુરામ ગોડસેને 37વર્ષ થયા હતા, છતાં તેના ચહેરા પર બાળકો જેવી ચરબીના થર હતા. તેને કારણે તેની ઉમર કરતાં પણ તે ઘણો નાનો લાગતો હતો. તેની આંખો અસાધારણ હતી. મોટી વિષાદમય આંખોમાં કઈક સમમ્હોકતા હતી. તેના શાંત ચહેરા પર અણગમાની એક આછી રેખા ઊપસેલી હતી. તેના મોં અને નસકોરાં પર કઇંક એવી રખાઓ હતી કે જાણે પાડોશમાં ઉભેલા કોઈ આદમીમાથી આવતી બદબૂ તેને સૂંઘી હોય છતાં એ દર્શાવવામાં તે નમ્રતા દાખવતો હોય અથવા પોતાની જાત પર કાબૂ રાખતો ન હોય!
પણ અત્યારે એ રેખાઓ શાંત ન હતી. હિંદના સ્વાત્ન્ત્ર્ય વિશેની પોતાની લાગણીઓ તો આ પહેલા એક તંત્રી તરીકે “હિન્દુ રાષ્ટ્ર” નામાના દૈનિક અખબારના પ્રથમ પાનાં પર તેને આલેખી જ હતી. જે જગ્યાએ રોજ તંત્રીલેખ લખવામાં આવતો, તે જગ્યાને કોરી રાખવામા આવી હતી અને તેની આસપાસ કાળો પટ્ટો છાપીને શોક પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આખાય હિંદમાં જે મુક્તિપર્વ ઉજવાય રહ્યું છે “તે તો એક સભાનપણે ઊભી કારાયેલી ચાલના છે, જેથી સેકડો હિન્દુ પુરુષોની થઈ રહેલી કતલ અને સેકડો સ્ત્રીઓ પરના બળાત્કારો લોકોથી છુપાવી શકાય.” નથુરામે પોતાના અનુયાઈઓને કહ્યું હતું.
“હિંદના ટુકડાઓ” – તેણે મોટે અવાજે કહ્યું હતું, “હિંદના ટુકડાઓ કરવાથી લાખો પ્રજાજનોને પારવાર યાતનામાં ગર્ત કરવામાં આવ્યા છે. એ કામ કોંગ્રેસ પાર્ટીનું છે અને તેથી તો વધુ તો તેના નેતા ગાંધીનું છે.”
ભાષણના અંતે નથુરામે એ 500 જણને ધ્વજવંદન કરાવ્યુ હતું. બેનને હાથના અંગૂઠાઓ છાતીએ અડાડીને, મુઠ્ઠીઑ વાળીને, કોણીઓ છાતીથી કાટખૂણે રાખીને એ સૌએ પ્રતિજ્ઞાનો ઘોષ કર્યો કે, “જે ધરતીએ મને જન્મ આપ્યો છે અને જ્યાં હું ઊછર્યો છું તે માભોમ ખાતર મારૂ શરીર મારવા માટે તૈયાર છે.”
એ શબ્દો બોલતા બોલતા હરહમેશની જેમ નથુરામ ગોડસેના શરીરમાં ગૌરવની ધ્રુજારી પ્રસરી. આખી જિંદગી, શાળાના પોતાના અભ્યાસથી માંડીને અડધો ડઝન જેટલા ધંધાઓમાં નથુરામ ગોડસે નિષ્ફળ નીવડેલો આદમી હતો. તે પછી તેણે આર.એસ.એસ. ના અંતિંવાદી ધ્યેયોને અપનાવ્યા હતા. તેનો વાતો અને તેના સાહિત્યમાં તરબોળ થઈને પોતાની જાતને તેણે લખતા, વાંચતાં અને બોલતા શીખવ્યું હતું અને આખરે તે ચળવળના ચુનંદાઓમાનો એક બન્યો હતો. હવે તે પોતાની જાતને એક નવા પત્રમાં જોતો હતો. તે હવે વેર તરસ્યો આત્મા બનવાનો હતો. જોમવંતા હિન્દુ પુનરુથનના દુશ્મનોના હાથમાથી હિન્દને પવિત્ર કરવા માટેનો એ ઉદ્વારક બનવા માંગતો હતો અને એ પાત્રમાં, જિંદગીમાં પ્રથમવાર નથુરામ ગોડસે નિષ્ફળતા પામવાનો ન હતો.

—– અર્ધી રાત્રે આઝાદી (પુસ્તક)
અનુવાદ બાય—અશ્વિની ભટ્ટ

તો કોણ જાણતું હતું કે, 15 ઓગસ્ટ 1947ના આઝાદીના દિવસે જે લોકો ભારત દેશ નો રાષ્ટ્ર ધ્વજ ને સ્વીકારવા તૈયાર ના હતા તેમના એક સ્વંય સેવક અત્યારે બીજી વખત ભારત દેશના વડાપ્રધાન બનશે!!! પુસ્તકમાં એ પણ લખેલું છે કે, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલે આવી સંસ્થા પર રોક લગાવવાનું સૂચન પણ જવાહરલાલ નહેરુને કરેલું પણ નહેરુ એ એવું કહ્યું હતું કે, આપણો ભારત દેશ એક લોકશાહી દેશ છે અને તેમાં લોકો પોતાની રીતે કોઈ પણ સંસ્થા ચલાવી શકે છે. અને અત્યારે વિધીની વક્રતાતો જુવો ત્યારના સમયના નેતાઓને જ કોશી-કોશી અને તે જ સમજાવવાની કોશિશ કરે છે કે તે લોકોએ જે કર્યું તે બધું જ એટલે બધું જ ખોટું કર્યું હતું!!! હા, હશે કાઈ કોઈ વ્યક્તિના બધા જ નિર્ણય તો સાચા ના જ હોય માનીએ પણ ફકત ને ફક્ત તે લોકો ખોટા જ હતા તેવું સાબિત કરવાનો પ્રયાસ આટલો બધો પણ શા માટે કરવો જોઈએ??

આ પોસ્ટમાં હું કોઈ પાર્ટને સમર્થન કરવાનો પ્રયત્ન બિલકુલ નથી કરતો કારણ કે અત્યારે અમુક લોકો પોતાના દિમાગને ભાડે આપીને બસ અને બસ એવું જ માનશે કે હું તેઓની વિરુદ્ધમાં છું. નહીં બિલકુલ નહીં હું કોઈની વિરુદ્ધમાં નથી પણ હા તેઓ એમ કહે છે કે, હવે ધર્મની રાજનીતિ ખતમ!! ત્યારે મારા જેવાને હસવું આવે છે કે, ભાઈ તમારી પાર્ટી તો વર્ષોથી ધર્મનો જ સહારો લઈને આગળ વધી રહી છે. ઇતિહાસ વાંચો બધો ખ્યાલ પડી જશે!!!

આમાં અમુક લોકો કહેશે કે, ભાઈ આવી નેગેટિવિટી ના ફેલાવો. તો તેવા લોકોને પણ મારું એટલું કહેવાનું થશે કે, હું તો ફક્ત સત્ય ફેલાવું છું. હા, તમારે તમારી રીતે ચશ્મા પહેરીને જોવું હોય તો જુવો તેમાં કાઈ જ વાંધો નથી. આખરે જનતા સર્વોપરી હોય છે. જનતાનો નો નિર્ણય સાચો જ હોય છે. બસ, લોકશાહી જીવતી રહેવી જોઈએ!!!

Leave a comment