भूल : को भूल-जाओ

ભૂલ. ખરેખર તો આ શબ્દ ને જ ભૂલવામાં સૌથી મોટો ફાયદો છે. છતાં પણ આપણે બધા આ શબ્દ ને આખી જિંદગી ભૂલી નથી શકતા. અને બસ ગમે ત્યારે જ્યારે પણ આપણા  જીવનમાં પરિસ્થિતી કે સંજોગો આપણી આપણી મુજબના ચાલતા નથી હોતા ત્યારે આપણે અચાનક જ કહેતા હોયએ છીયે કે, મારી આ ભૂલ થઈ હતી એટ્લે મારી સાથે આવું થયું છે.અને આપણે ઘરે કે સમાજમાં પણ ક્યાય એવું નહીં કહેતા કે, ચાલ્યા કરે ભાઈ. બલ્કે એવું કહેતા જરૂર સાંભળ્યુ છે કે, જો જે ગયા વખતે કરી હતી તેવી ભૂલ ફરીથી ના કરી બેસતો કે કરી બેસતી. અને બસ પછી શું? આપણુ મગજ પણ જે તે વખતની ભૂલની ગણતરી કરાવવા મંડી પડે છે અને ઓટોમેટીકલી આપણે જેને અત્યારે સકારાત્મ્ક વિચારોમાથી નકારાત્મક વિચારો તરફ વળી જઇયે છીએ અને પરિણામ ફરીથી એ ને એ જ.

આજે આ ટોપીક પર લખવાનું મન થયું છે તો આને રિલેટેડ એક ઉદાહરણ યાદ આવે છે. તો વાત છે બે વર્ષ પહેલાની. એક છોકરો એક છોકરી સાથે લગભગ ત્રણ કે ચાર દિવસથી ફક્ત મેસેજ માં વાત-ચીત કરી રહ્યો હતો. તેને શું લાગ્યું કે ચોથા દિવસે તેણે તે છોકરીને ફોન કર્યો અને છોકરી ગુસ્સે થઈ ગઈ અને તરતજ તેણીએ મેસેજ મોકલવાના બંધ કરી દીધા. એટ્લે એલા છોકરાએ તરતજ તેની ભૂલ થઈ તે બદલ માફી માંગી. પણ સવાર સુધી કઈ જ વળતો જવાબ ના આવ્યો એટ્લે એ ભાઈ તો સીધા તેણીને રૂબરૂમાં માફી માંગવા તેણીની ઓફિસે જવા નીકળી ગયા. લગભગ પાંચ થી છ કલાકના રસ્તામાં ન તો તેણે કઈ રસ્તામાં ખાધું અને ન તો સરખું પાણી પણ પીધું અને ઉપરથી તડકો કહે મારૂ કામ. તેણીની ઓફિસે પહોચ્યો એટ્લે સ્વાભાવિક છે કે છોકરીને આંચકો તો લાગવાનો જ. એટ્લે છોકરી પણ બોલવા ગઈ કે, તમે આવી રીતે મારી ઓફિસે ના આવી શકો… પણ તેણીને અધવચ્ચે જ અટકાવીને છોકરાએ કહ્યું, જસ્ટ સે ટુ સોરી. અને બસ તે પાછો ભૂખ્યો, તરસ્યો નીકળી ગયો.   તો અમુક લોકોને આદત હોય છે કે કદાચિત નાની લાગતી ભૂલને પણ તેઓ એટલી ખેચી-ખેચીને મોટી કરી દે છે કે આખી જિંદગી મગજમાં ક્યાક ને ક્યાક ખુચ્યા કરે છે. એવું નથી કે ભૂલ ન જ થવી જોઈએ. પણ ભૂલ ને ભૂલ-વામાં જ ફાયફો રહેલો છે કારણ કે તમે ગમે તે કરશો જિંદગી હમેશા આગળ જ વધતી રહેશે. પછી ભલે તે ભૂલ મારી હોય, તમારી હોય કે કોઈ બીજાની હોય તેનાથી રતિભર પણ કઈ જ ફર્ક નથી પડતો. અને ગમે તેટલી ભલે મોટી ભૂલ થઈ હોય તમારાથી જો તમે માફી માંગી લીધી છે તો માફ કરીને આગળ વધો. શક્ય છે કે કદાચિત કોઈ તમને માફ ના પણ કરે તો પણ ઓકે તમે તમારી ફરજ પૂરી કરી માફી માંગીને બસ.

ઘણા એવા લોકો પણ હશે જે મારી વાત થી સહમત નહીં હોય. હું પોતે પણ એક સમયે આવું બધુ દિમાગમાં લઈને ફરતો પણ પછી ખ્યાલ પડ્યો કે, આવું બધુ દિમાગમાં રાખીને દિમાગ પર ફક્ત ને ફક્ત ભાર વધી રહ્યો છે બીજું કઈ જ નથી એટ્લે છોડો બધુ ભૂલ તો થતી રહે. અને આપણે બધા કહેતા તો હોયએ જ છીએ ને કે, માણસ પોતાની ભૂલમાથી જ શિખતો હોય છે. અને ક્યારેક અમુક ભૂલ અજાણતા પણ થઈ જાતિ હોય છે. જે ભૂલ કરનારને પણ ખ્યાલમાં આવતા વાર લાગતી હોય છે.