Madaari Movie

जिन्हे कोई बहोत बड़ा गोल अचिव करना होता हे ना,
तुम्हें अपने सारे रिस्ते, सारे लगाव, सब भूलकर ,
हमको वो करना पड़ेगा,
जो हमको करना चाहिए।

सरकार भ्रष्ट हे ये सच नहीं हे,

भ्रष्टाचार के लिए ही सरकार हे ये सच हे!!

          
                      Madaari—2016
 
  મદારી મૂવી હમણાં થોડી વાર પહેલા જ પૂરું કર્યું. આમ તો હું મૂવી વિષે ક્યારેય કાઇ પણ નથી લખતો. લખું તો એકાદ કોઈ મુવીનો ડાયલોગ બહુ જ પસંદ પડ્યો હોય તો લખું બસ. કારણ કે મુવીના ફિડબેક આપવાવાળા લોકો ઘણા છે. તો આ મુવીનો હું કાઇ ફિડબેક નથી આપી રહ્યો પણ જે અનુભવ્યું છે તે લખી રહ્યો છું. અને કહે છે કે અનુભવથી મોટું શિક્ષક કોઈ જ નથી હોતું.

  તો મુવીની શરૂઆતમાં જ ડાયલોગ આવે છે, કહાની સચ્ચી લગતી હે લેકિન અચ્છી નહીં લગતી. આ મૂવીમાં ખરેખર પોલિટિક્ષ વિષે આપણને ઘણી માહિતી મળે છે અને તે પણ સાચી જ. આમ પણ આપણને દેખાય પણ છે છતાં પણ આપણે બધા આંખ આડા કાન કરીએ છીએ. કારણ કે અમુક પ્રકારના કામ કરવા માટે આપણે અમુક લોકોને રાખ્યા છે. પણ જો તેઓ તેનું કામ સારી રીતે ના કરતાં હોય અથવા તો પોતાનો ફાયદો પહેલા વિચારતા હોય તો આવા માણસો અત્યારે જે આપણે મૂવી માં જોઇએ છે. તેવા કદાચિત આમ આદમી રિયલ, એક્ચ્યુલ લાઈફમાં જો જાગી જાશે તો ઘણી જ પરિસ્થિતી ખરાબ થશે.  

આ મુવીની કહાની તો શું કોઈ પણ કહાની કે ઘટના કે કોઈ એવી ચોટ જો તમે ક્યારેય અનુભવ ના કર્યો હોય ને ત્યાં સુધી તેનો અહેસાસ નો થાય. આ બધા કહેવાતા રાજનેતાઓને પોતાની ઝેડ, ઝેડ+ સેક્યુરિટી અને પોતાની બુલેટપ્રૂફ કારમાં ફરવું છે. આમ આદમીની જેમ એક વાર લાઈફ જીવી તો બતાવે તો ખ્યાલ પડે!! અમે પાછા બરાડા પાડે એ અલગ કે, આવો અમારા દેશમાં, આવો અમારા રાજ્યમાં, આવો અમારા શહેરમાં…. અરે ભાઈ એ તો દેખાય જ રહ્યું છે જે પરિસ્થિતી છે એ. સારા કામ કોઈ દિવસ ગણાવા નથી પડતાં એ તો ઓરોમેટીક જ પબ્લિકની સામે ગણાય જ જતાં હોય છે.