લિટરેટ ઇસ ઇલલિટરેટ…

એક હોસ્પીટલમાં એક ભાઇનું મૃત્યુ થઈ ગયું. તેના ઘરનાઓને શું થયું કે તેઓએ તેનું પોસ્ટ મોર્ટમ જે હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું તેમાં નહીં પણ, સરકારી હોસ્પીટલમાં કરાવ્યુ અને માલૂમ પડ્યું કે આ ભાઇનું મૃત્યુ તો છેલ્લા ત્રણ કે ચાર (3/4) દિવસ પહેલા થઈ ગયું છે! આટલું સાંભળીને કોઈને પણ એવું થાય કે તેઓના ઘરના તો જાગરૂક હતા એટ્લે બીજી હોસ્પીટલમાં પી.એમ. કરાવ્યુ તો જ ખ્યાલ પડ્યો ને બાકી ખબર જ કેમ પડત? બરાબર, જેમ તમને લોકોને વિચાર આવ્યો બિલકુલ તેવો જ વિચાર મને પણ આવ્યો હતો. પણ તેઓના ઘરનાઓએ આ આખી મેટર પોલીસમાં આપતા પહેલા હોસ્પિટલના ડોક્ટરને વાત કરી. તો ડોક્ટર પણ પણ અતિ જાગરૂક કે તેણે જે દિવસે આ ભાઇનું મૃત્યુ થઈ ગયું હતું તે પછીના એટ્લે કે ત્રણ-ચાર દિવસના પૈસા ના લીધા અને આ આખી મેટર પોલીસની અને પબ્લિકની સામે આવે તે પહેલા ત્યાને ત્યાં જ પતાવી દીધી.

આમાં તે ઘરનાઓની જાગરુકતા તો હતી પણ સંપૂર્ણત: ન હતી. જો આ આખી ઘટના દુનિયા સમક્ષ આવત તો તે ડોક્ટર બીજી વખત આવું કાર્ય કરવાને લાયક જ ના રહેત. બાય ધ વે આપણો અહીનો મુદ્દો અલગ છે. થોડા દિવસ પહેલા હું હરિદ્વારથી અમદાવાદ આવતો હતો ત્યારે મને એક સર મળેલા તેણે મને એક સારી વાત કહેલી કે “અત્યારે ભણેલા લોકો, અભણ બની ગયા છે.” મતલબ કે “તમને જો બધા નિયમ, કાયદા-કાનૂનની ખબર હોવા છતાં જો તમે તેનો ઉપયોગ કરીને કોઈના સારા માટે થતાં કાર્ય ના કરો મતલબ તમે ભણેલા તો છો પરંતુ અભણ જ છો.”

લગભગ એકાદ કે દોઢ વર્ષ પહેલા જ્યારે આર્ટ ઓફ લિવિંગના બેઝિક કોર્ષમાં હું ગયેલો ત્યારે મને કાઇંક આ વિધાન સાંભળવા મળ્યું “સમાજમાં જે કાઇ સમસ્યા છે એ “”દુર્જન”” લોકોની સક્રિયતાથી નથી, એ તો “”સજ્જન”” લોકોની નિષ્ક્રિયતાથી છે.” મને પૂર્ણત: સાચુ લાગી રહ્યું છે આ વાક્ય. બરાબર સરે મને કહેલું તેવું જ આ વાક્ય છે. આમાં સમાજનું નામ આવ્યું તો કુંભાર સમાજ કે લોહાણા સમાજ કે પટેલ સમાજ પૂરતી વાત નથી થતી આતો સમગ્ર માનવજાતિના સમાજની વાત થઈ રહી છે.

કીક મૂવીમાં પણ આનું ઉદાહરણ આપેલું છે જેનો ડાયલોગ કાઇંક આવો છે “ आप कमीने हो और आप अपना काम बहोत अच्छी तरहसे कर रहे हो। मुजे प्रोबलेम हे अच्छे लोगो से क्यूंकी ये अच्छाई नहीं कर रहे, जब तक आप जेसे कमीने लोग इनकी….”

કરે કોઈ, ભોગવે કોઈ…

 

                ત્રણ કે ચાર વર્ષ અગાઉ ગુજરાતની એક કંપનીનું લાઇટનું બિલ અંદાજિત ચાર કે પાંચ (૪-૫) લાખ રૂપિયા આવ્યું. કંપની છેલ્લા ટૂંક સમયથી ઓન પેપર, ચોપડમાં (રિયલી તો ફૂલ્લી નફો કરતી હતી, અને છે!) ખોટ કરતી હતી એટ્લે કંપનીએ આ બિલ ભરવાની ના પડી દીધી. પણ જી.ઇ.બી. તો જી.ઇ.બી. હવે, તો બિલ ભરવું જ પડે. પહેલા જેવુ હવે નથી ચાલતું. એટ્લે કંપનીના અધિકારીઓએ તેના ઓળખીતા પોલિટિકલ મંત્રીઓને વાત કરી અને તે મંત્રીઓએ વચ્ચે રહીને બિલની રકમના ૧૦%, ફકત દસ ટકા રકમ કંપનીને ભરવાનું કહ્યું અને ત્યાં જ આ કેસ રફા-દફાં કરી દીધો.

                આ સાવ સાચી ખબર છે. મે મારા સગા કાને સાંભળી છે. હા, થોડો-ઘણો ફેરફાર કર્યો છે પણ છે સાવ સાચી ઘટના. આના પરથી પહેલો સવાલ એ ઊભો થાય કે આ મંત્રીઓને કંપનીઓની સાથે શું લાગતું વળગતું હશે? ત્યારે આનો જવાબ તો બધાની પાસે છે કે “ચૂંટણીના સમયે કંપની તેઓને ફંડ સ્વરૂપે પૈસા આપે તે.” પણ, બીજો અને સૌથી મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે : “ચાર કે પાંચ(૪-૫) લાખની નુકશાની જી.ઇ.બી.ના ચોપડે બોલે તેનું શું? તો આનો પણ તે મંત્રીઓએ ઉપાય વર્ષો પહેલા શોધી જ કાઢ્યો છે.” આ જે નુકશાની આવે છે તે રકમની ટોટલ, બધા જ ગ્રાહકના બિલમાં અંદાજિત ૦.૧% લેખે કોઈ ટેક્ષમાં કે યુનિટ દીઠ વધારો કરી અને વસૂલ કરવી. કારણકે આટલો વધારો કોઈ ધ્યાનમાં નથી લેતું.”

                        બોલો! આ તે વળી ક્યાનો ન્યાય. કોઈ બીજું બિલ ના ભરે અને તેનો દંડ ભોગવે આખી દુનિયા. આ તો બે જુડવા છોકરા જેવુ થયું. એક ને ગાલ પર તમાચો મારો ને દુ:ખે બીજાને. અમારા જ શહેરમાં હજુ પણ એવા વિસ્તારો છે જ્યાં જી.ઇ.બી.ના બિલ નથી ભરતા લોકો છતાં પણ લાઇટ ચાલુ જ રહે છે અને જી.ઇ.બી.ના અધિકારીઓ કાઇં જ નથી કરી શકતા. અને ઉપરની ઘટના પરથી તો એવું જ લાગે છે કે તેવા વિસ્તારના બિલની રકમ પણ આખા શહેરમાથી ઉઘરાવવામાં આવે છે.

                આખરે, બધુ સહન કરવાનું તો આમ આદમીને જ ને. ભલે તે પછી સીધી દેખાતી મોંઘવારીએ જેવી કે વધતાં પેટ્રોલના ભાવ, શાકભાજીના ભાવ કે આવી આડકતરી રીતે વધતી મોંઘવારી!!!   

આશાઓ કે જંગલમે…

 

    માણસ જન્મે છે ત્યારથી તેના જીવનમાં આશા, અપેક્ષા બંધાઈ જાતિ હોય છે. બાળક જન્મે એટ્લે તરત જ તેના માતા-પિતા કહેશે મારૂ બાળક આ દુનિયાનો સૌથી સુંદર છોકરો/છોકરી છે. અને ત્યારથી જ આપણે આશાઓના, અપેક્ષાઓના વાતાવરણમાં એક પોપટની જેમ ફસાઈ જઇએ છે. આ દુનિયામાં એક એક પણ એવી વ્યક્તિ નહી હોય જેની એક આશા કે અપેક્ષા નહી હોય (જો એવી વ્યક્તિ હોય તો તે કબ્રસ્તાનમાં મળી શકે!) કમ સે કમ બીજાઓ માટે નહીં હોય પણ પોતાના માટે તો જરૂર હશે જ.

              આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા માતા-પિતાને અને બીજા સગા-વહાલાઓને ખુશ કરવા માટે હમેંશા સારામાં સારા માર્ક્સ લાવીએ છીએ અને આશાના, અપેક્ષાના ચુંગલમાં ફસાતા જઈએ છે. પછી થોડાક મોટા થઇએ એટ્લે કોલેજકાળમાં ગર્લફ્રેંડને લઈને ઘણી બધી આશાઓ બાંધવા માંડીએ છીએ. અને લક બાય ચાન્સ (ફરહાન અખ્તરનું પેલું મૂવી નહીં હો.) જો ગર્લફ્રેંડ સાથે મેરેજ થઈ ગયા એટ્લે તરત જ ફેમેલી પ્લાનિંગની આશા, પછી જ્યારે આપણે એક બાળક તરીકે જન્મ્યા હતા તેવો જ એકાદ-બે વર્ષમાં ડાયલોગ અને તેના પ્રત્યેની આશાઓ કે સપનાઓ સજાવા લાગી જઈએ છે.

                એક્ચ્યુલી, આપણે આશા, અપેક્ષા નામના જંગલમાં જ આખી જિંદગી ભટક્યા કરીએ છીએ જેમાથી ક્યારેય પણ રસ્તો શોધી ને બહાર નથી નીકળી શકતા. અને કેવી રીતે નીકળવું આ ભુલભુલયામાથી તે લગભગ કોઈને ખ્યાલ નથી તથા જેણે શોધી લીધું છે તે બધા અત્યારે લગભગ ઉપર બેઠા છે. કદાચ આપણે આપણા માટે આશા બાંધીએ તે વાત તો ગળે ઉતરે પણ બીજાઓ માટે પણ આપણી આશાનો થપ્પો દિવસે ને દિવસે વધતો જ જાય છે.

                જેવી આપણા માતા-પિતાને આપણી પાસે આશાઓ હોય છે. તેવું જ પુનરાવર્તન આપણે આપણા બાળકો પ્રત્યે પણ કરીએ છીએ અને કદાચિત તેઓને પણ અસલી, ઓરીજનલ વિશ્વ, દુનિયાનું દર્શન કરવવામાં આપણે નિષ્ફળ જઈએ છે.

આને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા તે તમારી ઉપર છે!!

     વેરાવળમાં આ અગિયારસના દિવસે રામદેવ પીરની ધજાનો રથ નિકળવાનો છે જે વર્ષોથી મારા જન્મના પણ પહેલાથી રામદેવ પીરની ધજા ચડાવવાનો “ધજાગરા” ના નામથી ઓળખતો તહેવાર છે. જેની તૈયારી અઠવાડીયા કે દસ દિવસ અગાઉથી ચાલતી હોય. સટા બજાર, લાઈબ્રેરી વિસ્તાર, ટાવર ચોક વગેરે… બધે જ સ્થળોએ મોટા-મોટા બેનર લગાવી ને પૂર જોશથી જાહેર જનતાને વધામણી આપવામાં આવે છે. આપણે અહિયાં એ તહેવાર વિષે વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે આ તહેવારની એક વાત જે સત્ય હકીકત સ્વરૂપે હું નાનો હતો ત્યારથી મને સતાવતી હતી. ત્યારે પણ મને સમજાતું ન હતું અને અત્યારે પણ નથી સમજાતી એવું એક સત્ય જે આપની સમક્ષ અત્રે રજૂ કરવા જઇ રહ્યો છું. એ સત્ય વિષે કાઇંક કહું એ પહેલા હું એટલું કહેવા માંગુ છું કે “હું અહિયાં રામદેવ પીરના રથનો બિલકુલ પણ વિરોધ નથી કરતો”.

                આજથી પાંચ કે સાત વર્ષ પહેલા મારી ફરસાણની દુકાન ડાયમંડ ટોકીઝની ગલીમાં, સ્ટેટ બઁક ઓફ સૌરાષ્ટ્ર(ત્યારે SBS, SBIમાં મર્જર નહોતી થઈ!)ની સામેની ગલીમાં દુકાન હતી. પહેલા મારા ફાધર દુકાને બેસતા ત્યારે આ તહેવાર પર તેઓ દુકાન ખુલ્લી રાખતા પણ જ્યારથી મારા મોટાભાઇ (જેને હું ક્યારેય પણ નહીં ભૂલી શકું!) અને ત્યાર બાદ હું દુકાન પર બેસતો ત્યારથી આ તહેવાર પર અમે બપોરે સાડા બાર કે એક (૧૨ :30 કે 0૧ :૦૦) કલાકે દુકાન વધાવી લેતા અને પછી જ્યારે સાંજે પાંચ કે સાડા પાંચ (0૫:૦૦ કે ૦૫:૩૦) કલાકે રથ ટાવર ચોક બાજુ આવી જતો ત્યારે દુકાન ખોલતા.

                જે વાત મને નથી સમજાતી તે હવે તમે કહેશો “કા ભાઈ રામદેવ પીર ભગવાનનો રથ નીકળે અને તમે દુકાન વધાવી લો? એવું કેમ?” ઓકે. ઓકે. એકચ્યુંલી રથ નીકળવાના સમયે અમે એક દુકાન વધાવી નથી લેતા, વેરાવળના હ્રદય સમાન એવી વખરીયા બજાર (પેલા બપોરે જ હવે તો આખો દિવસ વધાવી લે છે.) પછી બપોર આસપાસ સટા બજાર નો સુભાષ રોડના લગભગ તમામ દુકાનો વધાવી લે છે એ સમયમાં કારણ કે જ્યારે આ રથ નીકળે છે ત્યારે તેમાં જે લોકો દારૂ પીધેલા હોય તે મન-ફાવે તે રીતે અબીલ અને ગુલાલ ઉડાડે છે અને અમને ઊડે તો કઈં વાંધો નહીં પણ જે વેચવાની વસ્તુ છે તે ઉપર પણ તે લોકો મન ફાવે તેમ ઉડાડે અને વસ્તુઓને બગાડે.

                હવે, વખરીયા બજારના એક વેપારીએ મને કહ્યું “ભાઈ, જો આખો દિવસ દુકાન બંધ ના રાખીએ તો આ લોકો તોડ-ફોડ કરશે અને ગાળો બોલશે એ અલગ અને ઝગડો કરશે કેમ કે અહિયાં તો આ દિવસે બધા દારૂ પીધેલા જ પડ્યા હોય છે. તો જવા દો તેના કરતાં તો એક દિવસ ઘરે આરામ કરીએ. ”

                બોલો! આ કેટલા અંશે યોગ્ય કહેવાય કે કોઈ તહેવારમાં વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવી પડે! અને અમુક તો એવું કારણ આપે છે “અરે એ તો એની શ્રદ્ધાથી બંધ રાખે છે.” સાહેબજી શરદ્ધાથી નહીં પરાણે બંધ રાખે છે એ ખબર છે? અને ઉપરથી બીજા દિવસે ન્યૂઝ પેપરમાં મોટા મથાળે આ રથ વિષેની વર્ષો જૂની પરંપરા વિષે માન-સન્માનથી લખવામાં આવે છે પણ કોઈનું ધ્યાન ત્યાં કેમ નથી જતું કે દુકાનો શા માટે બંધ રહે છે? આ લોકો તહેવારમાં આટલો દારૂ શા માટે પીવે છે? શું દારૂ પીવાનું રામદેવ પીરે કહેલું છે? જો આપ ચેક કરો તો લગભગ બધાની પાસેથી એક નાની તો નાની દારૂની બોટલ જરૂર મળશે.

                હવે, આને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા તે તમારી ઉપર છે!!

હર ચીઝ કા અંત, એક શુરૂઆત, હર ચીઝ કી શુરૂઆત.

ऊपर हे चाँद, नीचे वृक्ष ये तमाम,

मेरे बाबा सुलाये अपने पंखो मे छुपाये,

आंखे नींद को बुलाये बाबा लोरी ये गए,

वो पवन गुनगुनाये नींद झूला झुलाए,

ताकि ये परी सो जाये,

नींद झूला झुलाए, नींद झूला झुलाए.

                     —- “નોહા” — NOAH-2014

 

                હર ચીઝ કા અંત, એક શુરૂઆત, હર ચીઝ કી શુરૂઆત. પવિત્ર ગ્રંથ બાઇબલ અનુસાર આ સૃષ્ટિના અંતે કોણ બચી શકવાને લાયક છે? બેશક તેમાં સર્વપ્રથમ નામ માનવ સભ્યતાનું તો નથી જ. કારણ કે આ ધરતી ને બગાડનાર બીજું કોઈ નહીં પણ માનવો જ છે. છતાં પણ “નોહા” મૂવી જોયા બાદ અને તેમાં દર્શાવ્યું છે તે પ્રમાણે અને કદાચિત આપણાં ભગવાન, અલ્લાહ, ગોડ, સર્જનહાર, રચયતા કે કુદરતે અમુક માનવો ને સૃષ્ટિના મતલબ કે આ ધરતીના અંત પછી પણ જીવિત રહેવા દેવાને લાયક સમજ્યા છે કે તેઓ હર ચીઝ કી એક શરૂઆત કરી શકે.

                મે થોડા સમય આગાઉ ફેસબુક પર એક લિન્ક શેર કરેલી અને મોબાઇલમાંથી મેસેજ પણ અમુક લોકોને કરેલા. “SAVE OUR TWISHA”, “WWW. TWISHAMAKWANA.COM”. અત્યારે જે પ્રમાણે ગણેશ ચોથ ના દિવસે જે રીતે વેરાવળમાં (અને અન્ય શહેરોમાં પણ) ગણપતિજીની મુર્તિ પાછળ આટલા પૈસાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે જોતાં ખરેખર એવું લાગી રહ્યું છે કે અંધશ્રદ્ધાની નવી શરૂઆત થઈ ચૂકી છે. અમુક-અમુક સ્થળોએ લોખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે આ દિવસોમાં.    

                        હું એ પૂછવા માંગુ છું કે તમે જે રીતે ભગવાનની મૂર્તિની પાછળ આટલો ખર્ચ કરો છો શું તેના જ સ્વરૂપે આવેલા બાળકને બચવવા માટે કેટલો ખર્ચ કરવા માટે તૈયાર છો? તમારા પોતાના બાળકને બચવવા માટે તો બધા તૈયાર થશે પણ જો માનવ સભ્યતાના નામે કોઈને બચવવા પાછળ પૈસા ખર્ચવાની જરૂર પડે તો તમે કેટલો સહયોગ આપશો? કાઇં વાંધો નહીં આમાં સહયોગ આપો કે ના આપો. બીજો પ્રશ્ન જે પણ ભગવાનની તમે પૂજા-અર્ચના-પ્રાથના કરો છો અથવા અત્યારે કરી રહ્યા છો. શું તેઓએ કહ્યું છે કે મારી પૂજા કર્યા બાદ તમ-તમારે દારૂનું સેવન કરજો, મટન કે મચ્છી ખાજો? શું આવું કાઇં કહ્યું છે? મને તો નથી લાગતું આવું કાઇ કહ્યું હોય. એક્ચ્યુલી આમાં પણ એક બીજો રસ્તો શોધ્યો છે માનવોએ. અમુક લોકો એવું કરે છે કે અમુક દિવસો દરમિયાન આવા ગણેશ ચતુર્થીના દીવસો હોય ત્યારે પોતાના ઘરમાં મચ્છી ના ખાઈ કે દારૂનું સેવન ના કરે. વાવ કેટલું સરસ કહેવાય આપણે ધીરે-ધીરે ભગવાનને પણ બેવફુક કેવી રીતે બનાવવા તે શીખી ગયા. આમાં બધા લોકોની વાત નથી આવતી. અમુક જ લોકો એવા છે જેના દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ હોય છે.

 

વેરાવળમાં ગણપતીજીની મુર્તિ બહાર રોડ પર ફૂટપાથ પર ભાવમાં રક-જક કરીને પછી ખરીદી કરાય છે અને

આપણે પહેરવાના ઘરેણાં-દાગીના તે તેજોરીમાં છુપાવીને રાખવા પડે છે અને ત્યાં કાઇ રક-જક પણ નથી થતી.