સમાજ

  

  સમાજ & જ્ઞાતીની બી પ્રેક્ટિકલ વ્યાખ્યા :
જો તમારી પાસે અઢળક પૈસા હોય તો સમાજના(તો શું આખી દુનિયાના!)  લોકો તમને માન, સન્માનથી બોલાવે.
કડવું સત્ય. પણ  દોસ્તો સત્ય હમેંશા નગ્ન અને કડવું જ હોય છે. તમારી આસપાસ ચેક કરીને કહેજો જો ઉપરની વ્યખ્યા જરા પણ ખોટી હોય તો! તમે પણ તમારા દિલમાં મહેશુશ કરતાં જ હશો કે, હા વાત તો સાચી છે. પણ સમાજમાં રહેવું છે એટ્લે સમાજની વિરુદ્ધમાં કાઇ બોલાય તો નહીં ને? એટ્લે બસ જીવ્યે જાવ.
   હું લગભગ છેલ્લા ચાર-ચાર(4) વર્ષ થયા સમજી ગયો છું કે, જો આ દુનિયામાં માણસ હશે તો સમાજ બનશે, સમાજ હશે તો માણસ નહીં બને. અને છેલ્લા ત્રણ(3) વર્ષ થયા તો ક્લિયરને કટ આ સત્ય ધરમૂળથી દિમાગમાં બેસી ગયું છે. મને ખુશી છે કારણ કે મે જે બધા કહેતા હોય તે કરતાં મારૂ પોતાનું સત્ય, શોધેલું સત્યમાં માનવા કરતાં જાણતો થઈ ગયો છું.
તો અત્યારે છેલ્લા ટૂંક સમયની બનેલી ઘટના પરથી બધાને પોતાના આ સમાજ, પોતાની જ્ઞાતિને સૌથી મહાન સમાજ છે તે સાબિત કરવાની પાછળ રીત સર ઘેટાં બકરાની દોડ લાગી છે.

  હમણાં થોડા દિવસથી અમુક પ્રકારની પ્રોફાયલ ચેક કરી રહ્યો હતો. તેમાં અમુક લોકોની અને તેમાં ખાસ કરીને ગર્લ્સની ડિગ્રીનો ગ્રાફ બહુ જોરદાર જોવા મળ્યો. કોઇની પાસે એક તો કોઇની પાસે બે, તો કોઇની પાસે ચાર-ચાર અને પાછું સાઇડમાં લખેલું હોય ફલાની ડિગ્રી ચાલુ છે. એવું નથી કે બોયસની પાસે ડિગ્રીનો થપો નથી. પણ ગર્લ્સ કરતાંતો ઘણો ઓછો છે.

  થોડા વર્ષો પહેલા છોકરોની સામે છોકરીઓ ઓછી ભણેલી હતી અને અત્યારની પરિસ્થિતી ઉલ્ટી સાબિત થઈ રહી છે, અત્યારે છોકરીઓની સામે છોકરાઓ ઓછા ભણેલા મળે છે. એવું નથી કે છોકરાઓને કોઈએ ભણવાની ના પાડી દીધી છે. પન છોકરાઓની ભણવાની એક લિમિટ, એક મર્યાદા બંધાય જાતિ હોય છે. જેમ કે અમુક ઉમર પછી તેને કમાવવાનું ચાલુ કરવું જ પડતું હોય છે(હા મારા જેવાની વાત અલગ છે!) અને કમાવવાનું શરૂ થાય એટ્લે તરત જ લગ્નની વાતો શરૂ થઈ જાય. અને એવું નથી કે લગ્ન પછી નથી ભણી શકાતું. ભણવાવાળા ભણે છે પણ બધા કાઇ બધુ કામ એક સાથે તો ના કરી શકે ને. અને છોકરીઓની લાયફ જોઈએતો અત્યારે બધા એવું જ કહેતા હોય, તેમાં આપણો સમાજ, જ્ઞાતી, આડોશ-પાડોશ બધા આવી જાય કે, જ્યાં સુધી લગ્નના થાઈ ત્યાં સુધી ભણવામાં શું ખોટું છે? અને ભણવાનું ચાલુ રહે છે. અને ડિગ્રીની ફાયલ ભરાતી જાય અને એક દિવસ એવો આવે કે તેના કરતાં ઊંચી ડિગ્રી ધરાવતા તેની જ્ઞાતીમાં કોઈ છોકરાઓ જ ના મળે!
એક થોડા સેમી પહેલા વાસ્તવિક દાખલો મને જાણવામાં આવ્યો. તે ભાઈના સગાની છોકરીનો પગાર અત્યારે આશરે મહિનાનો લાખ કે દોઢ લાખ છે. અને ડિગ્રી પણ એવી જ મેળવેલી છે. તો આપણી જ્ઞાતીમાં તો માંડ માંડ કોઈ છોકરો માસ્ટર ડિગ્રી સુધી ભણેલો હોય અને તેનો કાઇ પગાર લાખ રૂપિયાનો તો નથી જ હોવાનો. તો પેલા બેનની ઉમર લગભગ પાત્રીસ(35) થઈ ગઈ એટ્લે હવે લાગતું નથી કે આપણી જ્ઞાતીમાં લગ્ન થાય. તો હું એવું નથી કહેવા માંગતો કે છોકરીઓને ના ભણવવી જોઈએ પણ આપણો (કહેવતો) સમાજ છોકરા અને છોકરીના ભણવાના ત્રાજવાને એક સમાન કરવા ગયા પણ થઈ રહ્યું છે કાઇંક ઊંધું.

   તો વિચારો કે કેવી રીતે થયું? સમાજના કારણે? કે આપણા પોતાના લેધેલા નિર્ણયના કારણે?     

   
 
હું તો તમને કહેતો જ હતો ને કે રહેવા દો.
અમુક લોકો કહે, અમારે તો નોકરિયાતમાં જ કરવું છે, અમુક કહે, અમારે તો નોકરી અને જમીન હોય તો જ કરવું છે. પાછા અમુક તો અમારે તો આ જ શહેરમાં વિચાર છે! બોલો કેવા-કેવા બહાના બનાવી રહ્યા છે લોકો.

  કદાચિત મારા ખ્યાલ પ્રમાણે “હોલિડે” મુવીનો આ ડાયલોગ ઉપરના ફકરને જવાબ આપવા બંધબેસે છે,

  “अच्छा दिखनेवाला अकलमंद होता नहीं ओर  अकलमंद अच्छा दिखाता नहीं!”

“Man that looks smart is not happened to be intelligent and the intelligent one doesn’t look Smart.”

ખરેખર લોકોને શું જોઈએ છે તે ખબર જ નથી પડતી. એક દોસ્તના જણાવ્યા અનુસાર, ચિરાગ મારી નોકરી સારી છે, કંપની સારી છે, પગાર પણ સારો છે. છતાં પણ એવું કહે છે, જમીન હોય તો વિચાર છે. હવે જમીન ક્યાં લેવા જાવી! ચાલો જમીન ખરીદી પણ લઈએ પણ સરકાર અમને ખેતવાળી જમીન અમારા નામે થોડી કરવા ડે? ચિરાગ અત્યારે બહુ અઘરો વિષય થઈ ગયો છે લગ્ન. અને અમુક છોકરીઓ જ(સગાસબંધીઓ અને વચ્ચેવાળાએ કહેલું તે પ્રમાણે…) ના પાડી દે કે મારે મેટ્રો સિટીમાં લગ્ન કરવા છે, એટ્લે મારે એવા બેકાર શહેરમાં નથી રહેવું અને મને ગમતું પણ નથી એ શહેર!