જન્મ અને મુર્ત્યુ : બંને ફિક્સ?

  હું અહી કોઈ વિધાતા કે નસીબ કે કિસ્મત કે લક ની વાત કરવા નથી માંગતો. હું તો વાત કરવા માંગુ છું કે જો આ દુનિયામાં તમારો જન્મ થયો, તે શું તમારી તમારી મરજીથી થયો? નહીં ને તો પછી બધુ જ નક્કી છે બિલકુલ એક ફિકસન નવલકથાની જેમ. માનો કે તમારો જન્મ થયો. તમે પહેલો શ્વાસ લીધો આ દુનિયામાં પછીના વર્ષે તમારો પહેલો જન્મ દિવસ આવ્યો ત્યારે તમે એટલા સભાન હતા કે તમને ખ્યાલ પડે કે આ મારો જન્મ દિવસ છે? નહીં ને. તમે બીજાઓને જુવો છો અને તેવી રીતે કરવા લાગો છો. ધીરે-ધીરે તમે મોટા થતાં જાવ છો અને જેમ-જેમ મોટા થાવ છો તેમ-તેમ દુનિયાએ(વિધાતા કે ભગવાન કે ગોડ કે અલ્લાહએ નહીં હો!) જે નક્કી કરી રાખેલું છે તેમ ઢળતા જાવ છો. જેમ પાણીને એક બોતલમાથી કોઈ બીજા બાઉલ માં ઠાલવવામાં આવે તેમ તે ઢળાઈ જાઈ બિલકુલ તે રીતે જ આપણે પણ બ્રુસ લી એ કહેલું તે પ્રમાણે, પાની કી તરહા બહેનાં શીખો. તેમ ઢળતા જઈએ છે.
તમે સ્કૂલે જવા માંડો છો. પછી માધ્યમિક સ્કૂલ અને પછી મેટ્રિક(હવે તો ક્યાં મેટ્રીક જેવુ છે?) ત્યાર બાદ કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ જોઇન્ટ કરવાનો વારો આવે અને તે પણ જુવો બધુ ફિક્સ જ છે. તમે જો કોમર્સ લો તો પહલો ટાર્ગેટ દિમાગમાં C.A. નો આવે પછી બીજું બધુ. જો તમે સાયન્સમાં જવાનો નિર્ણય લીધો તો A ગુપ અને B ગ્રૂપ અને તેમાં પણ ફિક્સ એક ઇંજિનયરિંગ અને બીજું ડોક્ટર. અને છેલ્લું આર્ટ્સ. જો તમે આર્ટ્સ જોઇન્ટ કર્યું તો તમે પાક્કા પહેલા શિક્ષક ગણાશો પછી બીજું બધુ. ત્યાર બાદ આવે કોલેજ એક દમ જલ્સાની જિંદગી. અહિયાં જ બધા લોચા ચાલુ થાય. તમે જેવા કોલેજે જવા લાગો એટ્લે લાઈફમાં  રિલેક્ષ ફિલ કરવા લાગો અને જેમ-જેમ કોલેજના દિવસો પૂરા થાય કે પછી ખ્યાલ પડે કે બહારની દુનિયામાં તો ભાઈ કુતરા-બિલાડાની રેસ લાગી છે એટ્લે તમે પણ જતપત જેટલું બને તેટલું ઝડપથી એક જોબ, નોકરી શોધવા માંડો અને જેવી નોકરી મળે કે કોલેજમાં બનાવેલી ગર્લ ફ્રેન્ડ મેરેજ કરવાની વાત કરે અથવા તો ઘરના મેરેજની પાછળ પડે અને ક્યાંક-ક્યાંક તમારા મનમાં પણ લાડુ ફૂટતા હોય એટ્લે તમે પણ હા પાડી ડો છો અને હવે શરૂ થાય અસલી, ઓરીજનલ જિંદગી.

પછી તમે જેમ આ દુનિયામાં આવ્યા છો તેમ તમે પણ કોઈને તેની મરજી ના હોય છતાં પણ ઘસેડીને આ દુનિયામાં લાવો છો. પણ આમાં ખરેખર મઝા છે એટ્લે સારું છે. ધીરે-ધીરે દુનિયાના કહેવાતા રીતિ, રિવાજોમાં રંગાતા જાવ છો અને તમારું નામ સમાજમાં મોટું બનતું જાય છે. ત્યાર બાદ અમુક સમય બાદ તમારે ત્યાં આવેલા માહેમાનના મેરેજ થાય છે અને તેને ત્યાં પણ કોઈ જન્મ લે છે બિલકુલ એવી જ રીતે જેમ તમારો આ દુનિયામાં જન્મ થયો હતો. અને એક દિવસ અચાનક તમારા શ્વાસ ટૂંકા થવા લાગે છે અને મુર્ત્યુની પળ નજીક આવતી દેખાય છે. અને તમે કોરા કાટ જેમ બધા આ દુનિયામાં આવ્યા હતા તેમ તમે પણ આ દુનિયામાથી ચાલ્યા જાવ છો.
 

આમાં એવા લોકો અપવાદ છે જે પોતાનું કઇંક નામ અલગ કરી દેખાડે છે આ દુનિયામાં, બાકી તો આપણે બધા જ એક ટોળામાં જ મોટા થઈએ છે અને ટોળામાં જીવીએ છે અને ટોળામાજ એક દિવસ મરી જઈએ છે. ખરેખર તમે આ દુનિયામાં શું કામ કરવા આવ્યા હતા અને શું કામ કરી રહ્યા છો? એ પણ જો તમને જિંદગીમાં ખ્યાલ પડી જાય ને તો પણ ભૈયો ભૈયો. અમારા જેવાને તો આખી જિંદગી ખબર જ નથી પડતી. બસ જીવીએ છીયે કાઇ કારણ વગર અથવા તો “દુનિયામે આયે હે તો જીનાહી પડેગા” ની જેમ જીવીએ છીએ.
દુનિયામથી અડધા કરતાં વધારે લોકો એવા હશ
ેજે પોતે જીવતા તો હશે પણ પોતાના માટે નહીં પણ કોઈ બીજા માટે. જેમ કે માતા-પિતા જીવે છે પોતાના દીકરા-દીકરી માટે. દીકરા-દીકરી નાના હોય એટ્લે તેને તો હજુ ઓછી ખબર હોય કે જીવન શું છે, એટ્લે તેઓ પોતાના માતા-પિતાને અનુસરીને જીવવા લાગે છે. આપણામાથી કેટલા એવા માતા-પિતા હશે જે, જો પોતાના બાળકોની જવાબદારી ના હોય તો જીવવા માંગે છે? જવાબ શોધવો થોડો અઘરો છે. પણ તમને ગમે ત્યારે આનો જવાબ મળી જશે. ક્યારેક રસ્તામાં ચાલતા તો ક્યારેક કોઈના ઘરમાં બેઠા હશો ત્યારે. પણ એક વખત જરૂર મળી જશે.
બોય ફ્રેન્ડ જીવે છે ગર્લ ફ્રેન્ડની માટે(મેરેજ પછી શું થાય એ ખબર નહીં હો!!!),
દાદા-દાદી જીવતા હોય છે પોતાના પૌત્રને રમાડવા,. અલ્ટિમેટલી આપણે બધા એક સાંકળની જેમ જીવીએ છીએ. ધારો કે, દસ વ્યક્તિ એક જ લાઇનમાં ઊભા છે. અને દસે દસને મદદની જરૂર છે તો તેમાં જો દિમાગનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ બહારની વ્યકતી મદદ ના કરે તો પણ તેઓ પોતાની મદદ વડે આગળ વધી શકે છે. જેમ કે, પહેલો વ્યક્તિ સૌથી છેલ્લા વ્યકતીની મદદ કરે સૌથી છેલ્લો વ્યકતી તેના આગાળનાની મદદ કરે અને તેમ-તેમ સાંકળ આગળ વધતી જાય અને અલ્ટિમેટલી સૌથી પહેલા વ્યક્તિ સુધી બધાની મદદ થઈ જાય અને બધા જ એક સાથે આગળ વધે. પણ આપણે ત્યાં ક્યારેક-ક્યારેક આનાથી ઊલટું ચાલતું હોય છે. જો સૌથી પહેલો વ્યક્તિ આગળ વધતો હોય તો તેની પાછળનો તેને આગળ વધારવાને બદલે તેને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે અને સાથે-સાથે તે પણ ઓટોમેટિક પાછળ જ ગતિ કરશે, આગળ નહીં.
તો ખરેખર જન્મ અને મૂર્તયું એ બંનેની વ્યવસ્થા આપણે જ બનાવેલી છે નહીં કે વિધાતા, ગોડ, ભગવાન કે અલ્લાહ એ! માણસે પોતે પોતાનો વંશ આગળ ને આગળ વધતો રહે એટલા માટે બનાવી છે. અને નામ આપી દીધું છે, વિધાતાના લેખાં આગળ કોઈનું ના ચાલે.  

મારે બે બાળકો દતક લેવા છે…

ડીયર મમ્મી-પપ્પા,

     હું મારા પૂરા સભાનતા પૂર્વક તમને કહવા માંગુ છું કે હું મેરેજ નથી કરવા માંગતો અને બે બાળકો એક છોકરી અને એક છોકરો દતક લેવા માંગુ છું અને તેની સાથે જ રહેવા માંગુ છું. હું જાણું છું કે આ સાંભળીને તમને  દુખ થતું હશે પણ મને લાગે છે કે મારા માટે આ દુનિયામાં કોઈ નથી બન્યું અને જો કદાચ કોઈ બન્યું હોય તો હવે મને લગ્ન કરવામાં કોઈ રસ નથી રહ્યો. એવું નથી કે હું આ જવાબદારીથી છટક્વા કે નિભાવી નહીં શકું. અને એવું પણ નથી કે હું જેને પ્રેમ કરતો હતો અને તેણે લગ્ન કરી લીધા હોવાથી હું લગ્ન નથી કરવા માંગતો. આ બિલકુલ ખોટું છે. હું કાઇ લગ્ન કરવાના વિરોધમાં બિલકુલ નથી. જેને કરવા હોય તે કરે તેમાં કોઈને હું પરેશાન નથી કરતો પણ જેને નથી કરવા તેની તો કમસે કામ ચિંતા કરવાનું નાટક છોડી દો! હા, મારા નિર્ણયની પાછળ આપણો સમાજ જરૂર જવાબદાર છે. કારણ કે આપના સમાજના કહેવાતા ઠેકેદારો તથા આગેવાનોના એવા પ્રકારના નિયમો અને રિવાજો બનાવી રહ્યા છે કે જેમાં પોતે જ ગોઠવતા હોય નહીં કે કોઈ બીજું.
જેમ કે, માનો કે સમાજનો આગેવાન એક ઉચ્ચ ડિગ્રીવાળા અને સારી એવી નોકરી કરતાં હોય તેવા હોય તો તેઓ એવા જ નિયમ બનાવશે કે જેમાં તેઓ જ ગોઠવતા હોય. આપણા સમાજમાં પહેલા છોકરીઓ ભણેલી નહતી મળતી અને હવે આભાર આવા આગેવાના અને ઠેકેદારોનો કે હવે છોકરા ભણેલા નથી મળતા.! હું પપ્પા એવું કામ કરું છું કે જેમાં પૈસા પુષ્કળ મળે છે પણ લોકો હાથીના દાંત જેવા છે દેખાડવા સમયે એવું કહે છે કે પૈસા ના હોય તો ચાલે અને ચાવવા સમયે કહેશે પાસા વગર કેવી રીતે રહું તેની સાથે.! જેમ માણસ પાસે પૈસો આવે છે એટ્લે કહેવાય છે કે ઘમંડ આવી જાય તે રીતે પહેલાના જમાનમાં છોકરા તેના માતા-પિતાની સામે બોલવામાં કાઇ બાકી નહતા રાખતા અને અત્યારે છોકરીઓ કાઇ બાકી નથી રાખતી. ભલે તે પછી કોઇની પત્ની બની ગઈ હોય.
આપણો સમાજ એક મહાસાગરની ઊંડાઈ જેવો બનતો જાય છે જેમાં ટાઈટેનિક જેવી હજારો જહાજ સમાય જાશે પણ આપણો સમાજ ક્યારેય પૂરો નહીં થાય. જેટલા ઊંડા ઊતરશુ એટલું ઓછું. હું હવે કોઈ નોકરી કરવા નથી માંગતો અને આપણા સમાજમાં જો નોકરી ના કરતાં હોય તો અલ્ટિમેટલી છોકરી મળવી મુશ્કિલ તો શું નામુનકિન થાય જાય છે. પણ લોકોને સરવાળે તો પૈસા જ કમાઈ તેવો છોકરો જોઈએને તો પછી થોડું એડ્જેસ્ટ કરવાનું શા માટે તેઓ નથી શિખતા? હું જે કામ કરું છું એ અત્યારે એક નીમ્ન પ્રકારનું, મજૂરી તરીકે ગણવામાં આવ છે પણ લોકો એ નથી ખ્યાલ કે પાયાના કામ હમેંશા મજૂરીવાળા જ હોય છે. જો તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય તો અમારા જેવાની જરૂર પાડવાની ને પાડવાની જ! તેમાં કોઈ બે મત નથી.

     લી.

આપનો એક નો એક દીકરો…

        તો શું લાગે છે દોસ્તો? આ પત્ર વાચીને? જરા પણ નિગલેટ નહીં કરતાં કે આ કોઈ કાલ્પનિક પત્ર છે. જી નહીં આ પત્ર અત્યારનો અને આવનારા ભવિષ્યનો પત્ર બનવાનો છે. કારણ કે આપણો સમાજ(કહેવતો સમાજ) દિવસેને દિવસે અધોગતિ તરફ બહુ ઝડપથી ગતિ કરી રહ્યો છે. આવો પત્ર એક ઘરમાથી નહીં બલ્કે દરેકે દરેક ઘરમાથી લખાવો જોઇએ ત્યારે આપણા સમાજમાં બદલાવની શરૂઆત થશે. બાકી જેમ લોખંડમાથી કાટ કાઢવો અઘરો છે તેમ આપણા સમાજ પરથી પણ કાટ કાઢવો એટલોજ અઘરો છે.  
થોડું આર્ટિકલમાં વધારો કરવાનો સૂચન બ્રિજેશે કહેલું. તો આપણા સમાજમાં કોઈના પણ લગ્ન થઈ જાય એટ્લે તેણે કોઈ તીર કેમ મારી દીધું હોય તેવું લાગે છે. ઓટોમેટિકલી તમારું માન વધી જાય. તમને કોઈ મોટા(મહાન નહીં!) માણશ કેમ બની ગયા હોય તે રીતે જોવા માંડે. દોસ્તો જો ગણતરી કરીએ ને તો કેટલાય લોકો એવા છે જે જો લગ્નના ચક્કરમાં પડ્યા હોત ને તો માણસ જાતને(સમાજને નહીં હો!) કેટલીય નુકશાની ગઈ હોત. પણ આપણો સમાજ તો કોઈ છોકરો જેવો 23-24 વર્ષનો અને કોઈ છોકરી 21-22 વર્ષની થાય એટ્લે તેના માતા-પિતા ને સાંભળવાનું શરૂ કરી દે કે, હવે ક્યારે લગ્ન કરો છો આના? કેમ જાણે તેઓ લગ્નનો ખર્ચ આપવાના હોય! તેવી રીતે બોલે. અને પાછા બોલતા જાય કે જો જો એક વાર ઉમર ચાલી ગઈને તો કોઈ નહીં મળે. અરે ભાઈ ઉમર ચાલી ગઈ તો તમે તેનો મેળ કરતાં કેમ નથી ખાલી ખાલી વાતો કરો છો. હવે કઈ ઉમરે તમારે લગ્ન કરવા એ પણ સમાજ નક્કી કરે! વા કેવું કહેવાય?
આપણે ત્યાં બધુ જ પહેલેથી ફિક્સ જ હોય છે. તમારો જન્મ જ તમારી મરજીથી નથી થતો તો તમારું મુર્ત્યૂ થોડું તમારી મરજીથી આવે. આટલી વાતમાં સમજી શકો તો સમજી લો. પણ એક લગ્નની બાબાત જ એવી છે કે તેમાં તમારી મરજી છે કે નહીં તેવું ફક્ત ઉપર-ઉપરથી પુછવામાં આવે છે બાકી તો બધુ ફિક્સ જ હોય. જેમ કે છોકરી કે છોકરો આપણી જ્ઞાતીની છે, તેનો રૂપ-રંગ કેવો છે, તેનો સ્વભાવ કેવો છે(તેના પાડોશીને ત્યાથી ઇન્વેસ્ટિગેશન કરીને.)? આ બધી જ માહિતી મેળવીને પછી કહી દેવામાં આવે કે અમને તો પસંદ છે તું બોલ? અને આપણે પણ માણસજાત ઈમોશનલથી ભરેલા, લાગણીથી છલકેલા તરત જ હા પડી દઈએ. ઉપરથી માતા-પિતા પણ બોલે, બેટા તારે ત્યાં બાળકને રમાડીને અમે આ દુનિયામાથી જવા માંગીએ છીએ તું હા પાડી તો અમે બધા ખુશ થઈએ. બસ પછી શું થઈ જાય લગ્ન. બીજું શું હોય. 
અને આપણે ત્યાં આખી જિંદગી લોકો બાળકો ના થાય તો જવા દેશે પણ એક બાળકને દતક લેવાના નિર્ણય પર નહીં આવે. કારણ કે કહે છે કે, તે તેઓનું લોહી નથી. એટ્લે તેઓ કેપેબલ હોય છતાં દતક નથી લેતા. અને કોઈ બીજા નિર્ણય લે તો તેઓને શિખામણ આપવા આવે કે, હજુ તો તારી ઉમર છે લગ્ન કરી લે બધુ ઠીક થઈ જશે. બોલો લ્યો. આવા કિસ્સા મે નજરે જોયેલા છે.
દતક લેવાની વાત કરતાં જ લોકોના નાકનું ટેરવું એવું ચડે જેમ તમે સેક્સની ચર્ચા કરવાનું કહ્યું કેમ ના હોય! અરે ભાઈ આ તો કોઈ એવા વ્યકતીની જિંદગી સુધારવાની છે નહીં કે બગાડવાની! તમને ખ્યાલ છે કે એવા કેટલાય બાળકો છે જે આ દુનિયામાં આવી તો ગયા છે પણ પોતે આ દુનિયામાં કેવી રીતે જીવશે એ તેઓને ખ્યાલ જ નથી. આવા કેટલા ટકા બાળકો છે તે હું નહીં લખું તે તો તમને ઇન્ટરનેટ પર મળી જ જાશે