बाजीराव मस्तानी…

  मोहब्बत की आग…

 
   બાજીરાવ મસ્તાની. અત્યાર સુધીમાં મે કોઈ પણ સ્ત્રી પુરુષ અથવા તો કહીએ તો પતિ-પત્નીનું નામ  આવી રીતે જ જોયું છે, જેમ કે જોધા-અકબર. પણ આજે પહેલી વાર એક નવી પ્રથા, એક નવો રિવાજ, એક નવી પરંપરા શરૂ કરવાનું મન થઈ રહ્યું છે, આ મુવીના નામ પ્રમાણે બાજીરાવ મસ્તાની. જી હા દોસ્તો શા માટે એવું ના બની શકે કે અત્યાર સુધીમાં સ્ત્રીના નામની પાછળ કાં તો તેના પિતાનું નામ આવે કાં તો તેના પતિનું નામ આવે હવે તેના જેવુ જ કાઇંક પુરુષના નામની પાછળ પહેલા તેના પિતાનું નામ અને લગ્ન થઈ જાય ત્યાર બાદ તેની પત્ની(કે પ્રેમિકા)નું નામ લખાવું જોઈએ.

   આ મૂવીએ ફરીથી એ જ સવાલ ઊભો કરી દીધો છે, જેમ ક્રુષ્ણની સાથે રાધા તેની પ્રેમિકાનું નામ અને પ્રેમિકા જ સારી લાગે છે તેમ બાજીરાવની સાથે પણ તેની પ્રેમિકાનું નામ અને પ્રેમિકા જ સારી લાગે છે. મને ખ્યાલ છે આપણા સુસસ્કૃત સમાજ ને આ વાત પચતી નથી પણ શું કરીએ જે હકીકત છે તે તો છે જ!

    આમ તો મારો અને આ મૂવીમાં પણ આવતો સવાલ એક જ છે કે, શું ધર્મ એ મનુષ્ય કરતા પણ મોટો છે? મને નથી લાગતું પણ જેમ કોઈ વૈજ્ઞાનિકને પોતાની ખોજ સાબિત કારવાઈ પડે છે તેમ મારે પણ આ વાત એક દિવસ સાબિત કરવી પડશે ત્યારે આપણો કહેવતો સમાજ તેનું અણુશરણ કરશે.

    અત્યારે આપણે અમુક રીયલ લાઈફના કિસ્સા જોઈએ છે અને સાથે-સાથે નવલકથામાં પણ વાચીએ છિએ તે પ્રમાણે પોતાના પ્રેમને મેળવવો કેટલો અઘરો છે તે વાત આજે અને ત્યારે પણ કેટલી સત્ય હતી તેની પણ એક ઝલક દેખાય આવે છે.

      આખરમાં,

   जंगलमे जब शेरनी जब बच्चे को जन्म देती हे,

   तो वहा कोई दाइमा नहीं होती हे…