શબ્દો થી જીંદગી સુધારી પણ શકાય અને……..!!!!

 

   શબ્દો થી જીંદગી સુધારી પણ શકાય અને……..!!!!

 

 

શબ્દો ની રમત આપણા  જીવનમાં કેવી રીતે ભાગ ભજવે છે એ તો કેવા પ્રકારના શબ્દો આપણને મળે છે તેના ઉપર જ નભેલું હોય છે . શબ્દો પણ  બે (2) પ્રકારના હોય છે પોઝીટીવ અને નેગેટીવ . પોઝીટીવ શબ્દો આપણી જિંદગીમાં પ્રગતી લાવે છે. અને નેગેટીવ શબ્દો જિંદગીને અધોગતિ તરફ લઇ જાય છે .એ પણ જરૂરી છે કે જો આપણ ને મળતા નેગેટીવ શબ્દો ને જો આપણે  પોઝીટીવ લઈએ  તો રીઝલ્ટ પણ પોઝીટીવ મળી શકે . એ બધું આપની ઉપર રહેલું છે .અને એમાં જો આપણને પોઝીટીવ પ્રકારના શબ્દો જેને આપણે  સૌથી વધારે ચાહતા હોઈએ તે લોકો તરફથી મળે તો તેની અસર અનેક ગણી વધી જતી હોય છે. અને આપણે એવું કાંઇક  કરીએ છીએ જે ઈતિહાસ બની જતું હોય છે.

 

 

   નેથાનીયલ હાવવોર્ન નામના વ્યક્તિને એક દિવસ તેને તેની કસ્ટમની નોકરીમાંથી કાઢી  મુકવામાં આવ્યો . ત્યારે તે તેની પત્ની સોફિયાના પાસે આવ્યો અને કહ્યું “આજે મારી કસ્ટમની નોકરી ચાલી ગઈ છે.” આવું સાંભળતા જ તેની પત્નીએ કહ્યું “સારું થયું ને તું હવે તારું પુસ્તક લખી શકશે” ” પણ પુસ્તક લખતા તો વાર લાગે ત્યાં સુધી શું ખાઈશું?” ત્યારે તેણીએ નોટોની થપ્પી બહાર કાઢી  અને કહ્યું “:આ જો આટલા નાણા થી આપણે  એક વર્ષ આરામથી જીવીશું. તું લખવા લાગ આવતીકાલ તો તારી જ છે.” પત્નીના વિશ્વાસભર્યા  શબ્દો શાભળી તેનું હયું છલ્કાયું અને એ રીતે અમરિકન સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક નો જન્મ થયો : “ધ સ્કાર્લેટ લેટર!”

 

  એવું જરૂરી નથી કે આવા શબ્દો ફક્ત એક પત્ની પાસેથી જ મળે, બની શકે કે આપને આપની માતા કે બહેન પાસેથી પણ મળે ત્યારે પણ એની અસર એવી જ થાય છે. અહિયાં આપણે કોઈ એક નેગેટીવ કહાની ની પણ વાત કરી શકીએ પણ મારો ઉદેશ્ય આપને ફક્ત પોઝીટીવ ઉર્જા જ આપવાનો છે તેથી અહિયાં કોઈ પણ પ્રકારની એવી કહાની રજુ કરવા નથી માંગતો કે જેનાથી નેગેટીવ ઉર્જા મળે.હા એવા શબ્દો નો હું અહિયાં જરૂર ઉલ્લેખ કરીશ કે જે આપણને નેગેટીવ ઉર્જા તરફ ધકેલતા હોય . જેમ કે, આપણી જીંદગી કેટલી દિવસે ને દિવસે “અઘરી” બનતી જાય છે?, આ ભણવાનું કેટલું “અઘરું” છે?, આપણી  કારકિર્દી કેટલી “મહેનત” માંગી લે છે? વગેરે….આ ત્રણ વાક્યમાં અઘરી, અઘરું, મહેનત શબ્દનાં સ્થાન પર “સહેલું” શબ્દ મુકીને ફરીથી વાંચજો આપને ખરેખર સહેલું લાગવા માંડશે અને ઘણું સારું પણ લાગશે અને જે સારું અને સહેલું લાગતું હોય તે બધું જ પોઝીટીવમાં સમાવેશ થાય છે. અને બાકી રહેલું નેગેટીવ .

 

  ખરેખર જો વિચારશું તો ખ્યાલ પડશે કે આપણે બધા આપણી  જિંદગીમાં આવા અનેક પ્રકારના શબ્દો બોલી-બોલી ને જ નેગેટીવ વાતાવરણ ઉભું કરીએ છીએ બાકી જીંદગી તો પહેલા પણ જીવવી સહેલી હતી, સહેલી છે, અને રહેશે . આપને આપની જીંદગી કેવી બનાવવી છે અઘરી કે સહેલી? બંને પસંદગી આપની ઉપર રહેલી છે. આપ ચાહો તો આપની જીંદગી અઘરી બનાવી શકો છો અને ચાહો તો સહેલીમાં સહેલી પણ બનાવી શકો છો .આપણને નાનપણથી જ જીંદગી વિષે એવું સમજાવવામાં આવે છે કે “જીંદગી જીવવી તો બહુ અઘરું કામ છે.”, “ભણવું પણ બહુ અઘરું છે.ભણવા માટે તો બહુ મહેનત કરવી પડે.” શું છે બાળકને શ્વાસ તો લેવા દો! શું કામ આવું બધું કહેવામાં આવે છે?  નાનપણથી જ જો આવા અઘરા-અઘરા શબ્દો નો પ્રહાર થાય તો આખી જીંદગી  નું શું? કોઈ પણ વ્યક્તિને કોઈ પણ અઘરમાં  અઘરું કામ કરાવવું હોય તો તેને ફક્ત એટલું જ કહી ને જોજો “મને વિશ્વાસ છે કે તમે આ કામ કરી શકશો, ભલે કદાજ અઘરું હશે પણ તમારા માટે તો સહેલું જ છે અને તમારાથી જ આ પૂર્ણ થશે.” બસ, આટલા શબ્દો કહેતા જ એ કામ એ વ્યક્તિ કેટલી ખંત થી કરી દેશે તેને પોતાને પણ નહિ માલુમ પડે.

 

 

 

  “આપણે  એવું વિચારી લઈએ  કે આ કામ હું નહિ કરી શકું, તો પછી ખરેખર જ કાદાચ આપણે એ કામ ન પણ કરી શકીએ, પરંતુ જો આપણે એમ વિચારીએ કે આ કામ હું કરી જ શકીશ, તો કદાચ આપણી પાસે  શરૂઆતમાં એવી ક્ષમતા ન હોવા છતા આપણે  એ કામ કરવા માટે જરૂર સક્ષમ બની શકીએ છીએ.”

                                                                                                                            —ગાંધીજી 

1980 AND 2013, ANY DIFFERENCE???

 

 

सच ही वास्तविकता का अर्थ हें —- मेइन इन ब्लेक 3

 

 

   1980ના  જમાનામાં અને અત્યારના હાલના જમાનામાં કાંઈ  જાજો ફર્ક નથી લાગતો. અલબત,  ફર્ક જરૂર પડ્યો છે ત્યારના જમાનામાં ઈન્ટરનેટ નું ચલણ આટલું વ્યાપક ન હતું, મોબાઈલ ફોન, સેલફોન કે એન્ડ્રોઈડ ફોન તો ઘણા દુર ની વાત છે ફક્ત એક બીએસએનએલ નું લેન્ડ લાઈન(ડબલું યાર!!!) હોય તો પણ એનું બહુ મોટું માન ગણાતું . આજે આપણે નાં છુટકે ત્યાર અને અત્યારનાં જમાના નું કમ્પેરીઝન (સરખામણી!!!) કરવી જ પડશે કારણ કે સંજોગો અને પરિસ્થિતિ જ એવી ઉભી થઇ ગઈ છે .

 

  ભલે ગમે તેટલી ટેકનોલોજી નવી આવે, ભલે ગમે તેટલી આપણી લાઈફ- સ્ટાઈલ બદલાઈ 21 મી સદી પ્રમાણે, પણ આપણી  બધાની માનસિકતા, વિચારધારા ત્યારના જમાના પ્રમાણે અને અત્યારના જમાના પ્રમાણે મહદઅંશે જ બદલી છે .  બાકી કહી શકાય કે 90% જેટલી વિચારધારા ત્યારના જમાનાની જ ચાલતી આવી છે . થોડા દિવસો પહેલા ફેસબુક પર એક સ્ટેટસ અપડેટ કર્યું હતું તે ફરીથી અહિયાં દોહરાવું છે ” 1980 ના દશકની બોલીવુડ ફિલ્મોના વિલન(ગુંડા) અને અત્યારની ફિલ્મના વિલનમાં કાઇ જાજો  ફર્ક નથી.

ત્યારે જો કોઈ હીરો પોલીસ ઓફિસર ના રોલમાં  હોય અને જો તે વિલન પર વળતો વાર કરે તો વિલન ત્યારે પણ પર્સનલ (વ્યક્તિગત) દુશ્મની નહિ,  બલકે ફેમીલી ને ટાર્ગેટ કરતા તેવી જ અત્યારની ફિલ્મોમાં  પણ બની રહ્યું છે .!!!! આજે કાંઈ  ફિલ્મોની વાતો નથી કરવી કેમ કે ફિલ્મો વિષે વધુ માહિતી અને વધારે કાંઈ  ખબર નથી પડતી. બસ, જોવા નું મન થાય એટલે જોય નાખ્યું એવું થાય છે અત્યારે!!! ફિલ્મને પણ મોટા ભાગના  એન્ટરટેઈનમેન્ટ (મનોરંજન!) ની દ્રષ્ટીએ જ જુએ છે પરંતુ હકીકતે એવી ઘણી બધી ફિલ્મો બની છે, બની રહી છે અને બનશે જ જે કાંઈક ને કાંઈક શીખવતી જતી હોય છે આપણને  બધાને જીંદગી વિશે, આપણી માનસિકતા, વિચારધારા વિશે .

 

 

 

1) શાદી કે બરબાદી : “જો જીવનમાં સુખી રહેવું હોય તો લગ્ન ના કરતા ” આવું ઘણાના (લગ્ન  કરેલા નાં તો ખાસ) મોઢે શાંભળ્યું હશે . આ તો એવો લાડુ છે “જે ખાય તો પણ પસ્તાય અને નાં ખાય તો પણ પસ્તાય”. આવી બધી જૂની, પુરાની વાતો નથી કરવી .બાય ધ વે  ત્યારના જમાનામાં પણ આવી જ વાતો થતી હતી તો પણ બધા લગ્ન, શાદી, મેરેજ તો કરતા હતા, બાકી ભારત દેશની વસ્તી આટલી થોડી હોત!! જો આવું માનવા લાગ્યા હોત તો!  એક સીતેર વર્ષના દાદા એ પણ કહેલું કે શાદી એક બરબાદી જ છે બેટા, તેના કરતા તો લગ્ન કરાય જ નહિ (તેઓને તો ચાર દીકરા છે!) એ ત્યારના જમાનામાં અને અત્યારના જમાનામાં પણ ઘણા એવા લોકો છે જ જે એવું જ વિચારે છે કે શાદી એક બરબાદી જ છે તેનું પ્રમાણ હમણા સાયબર કાફેમાં બેઠો હતો ત્યારે જ મળ્યું . બોલો તો શું ફર્ક રહ્યો ત્યારના જમાનામાં અને અત્યારના જમાનામાં???

 

2) દીકરી ” “જો ભગવાને દીકરી ના બદલે દીકરો આપી દીધો હોત તો સારું હોત!) આ મેં મારા  કાને સાંભળેલી વાત છે .1980ના જમાનામાં પણ દીકરી કરતા દીકરો વધારે પ્રિય હતો અને દીકરા  માટે  લોકો ત્યારે અને અત્યારે પણ માનતાઓ રાખે છે . ત્યારે જો લોકોને ખબર પડી જતી કે ગર્ભમાં દીકરી છે તો એબોર્શન કરાવી નાખતા અને અત્યારે પણ તેનું પ્રમાણ એટલું જ છે!

    બોલો કાંઈ ફર્ક છે????

 

 

3) બાળકોને  ભણવું નથી ગમતું : 1980નાં દશકમાં પણ બાળકોને મારી-મારી ને ભણાવવામાં આવતા હતા અને અત્યારે 2013માં પણ હું જોઈ રહ્યો છુ કે બાળકોને આવી જ રીતે  ભણાવવાની પદ્ધતિ છે અમુક સ્થળે .

ઘણાના મોઢે સાંભળ્યું છે કે “ભણવું તો પડશે (મતલબ પરાણે!) જ” હું આજે કોઈ કારણ દર્શાવવા નથી માંગતો કે શામાટે બાળકોને ભણવું નથી ગમતું? મારી વાત તો એટલી જ છે કે ત્યારની પેટર્ન  (પદ્ધતિ) અને અત્યારની પેટર્નમાં છે કાંઈ ફર્ક?? હા, હોય છે અમુક બાળકો જેને ભણવું જ નથી હોતું ફક્ત રખડવું જ હોય કે પણ અત્યારે તો દરેકે દરેક બાળકને ભણવા કરતા ક્યાંક બીજા માં જ રસ હોય છે . તો ભૂલ ક્યાંક બીજે છે અને આપણે બધા કહીએ છે “એને તો ભણવું જ નથી ગમતું!!!”

 

 

4) ગરીબી :     “शिवाजी अब हमारा इंडिया मोर्डन ओर आधुनिक हो गया हें” ત્યાં જ કારની પાછલી સીટ માં બેઠેલા શિવાજી ને બારી નાં કાચની બહારથી ખખડાવતા ભિખારી નજરે પડે છે અને તે કાચ ખોલી તેને પૈસા આપી કહે છે “सबकुछ बदल गया पर ये नहीं गया “

શું કાંઈ ફર્ક પડ્યો છે ગરીબીમાં ત્યારની અને અત્યારની?

હા , ફર્ક જરૂર પડ્યો છે ગરીબ ઔર ગરીબ અને અમીર ઔર  અમીર બનતો જાય છે!!  

 

 

 

 

   

 

જીવવું હોય તો સ્વાર્થી બનો!!!!

 

 જીવવું હોય તો સ્વાર્થી બનો!!!!

 

       “હું સ્વાર્થી નથી, પણ હું એમ કહેવા માંગું  છુ કે….” આવા પ્રકારના ઘણા વાક્યો ઘણાના મોઢે સાંભળ્યા હશે અને ક્યારેક-ક્યારેક હું પણ કહી દઉ છુ . એક જોતા એવું લાગે કે સ્વાર્થ વગર માણસ જીંદગી જ નાં જીવી શકે!! આપણે બધાને જીવવા માટે શ્વાસ લેવો પડે છે એટલે જીવવા માટેનો પહેલો “સ્વાર્થ”! પછી આપણે દુનિયાને સારું દેખાવા માટે (કોઈક ને એક સ્પેશ્યલ માટે) સારામાં સારા વસ્ત્રો પહેરીએ તો સારું દેખાવા માટે નો “સ્વાર્થ”!  આપણને એક તરફથી આવું શીખવવામાં આવ્યું કે “માણસે  સ્વાર્થી ન બનવું જોઈએ”, અને  બીજી તરફથી આવું શીખવવામાં આવે છે કે ડીગ્રી નહિ હોય તો નોકરી નહિ મળે (એમ લાગે છે કે બધા ડીગ્રીવાળાઓને નોકરી કેમ મળી ગઈ હોય!), નોકરી નહિ મળે તો પગાર નહિ મળે અને પગાર નહિ મળે તો જીંદગી કેમ જીવશું??, ઓફીસમાં કોઈ બીજાને પોતાની બદલે પ્રમોશન મળી જાય, ત્યારે મનમાં બોલાય જાય કે આ તો મને મળવાની જરૂર હતી આ ડફોળ ને શું ખબર પડે!!!,  જોયું ને બધી જ જગ્યાએ કાંઇક ને કાંઇક “સ્વાર્થ” તો આવ્યો જ ને!!!

     

        આમ તો આપણો જન્મ જ સ્વાર્થ થી થાય છે ઘણા માતા-પિતા કહેતા હોય કે “”હે ભગવાન દીકરો આપ જે”” (અમુક ને બાદ કરતા). બોલો બોસ જોયું ને ભગવાનની એક અનમોલ ભેટમાં પણ “સ્વાર્થ”  અરે અત્યારે તો સ્વાર્થ ત્યાં સુધી વધી ગયો છે કે બધા એમ જ કહે છે “જેવા સાથે તેવા બનો ” તો જ જીવાય આ દુનિયામાં. મતલબ કે કોઈએ આપણી સાથે સારું વર્તન કે સારું કાર્ય ન કર્યું હોય તો આપણે પણ સામે એવું જ કરવાનું!!!

 

   

     “शिवशंकर को जिसने पूजा उसका ही उद्धार हुवा, अंत काल को   भवसागर ने उसका बेडा पार हुवा”

જોયું ભગવાનના ગીતમાં પણ “સ્વાર્થ”!!! જો તમે  ભગવાનની પૂજા, અર્ચના, પ્રાથના (છોકરીઓ નહિ હો!!)

કરશો તો જ  તમારો બેડો પાર થશે . વા વા વા!!! હમણાં “પવિત્ર શ્રાવણ માસ” શરુ  થવાનો છે. (એવું લાગે છે કે બીજા બધા મહિના તો “અપવિત્ર” કેમ હોય !!!) ઘણા લોકો આ મહીનામાં શિવની લિંગ ને  દૂધ ની ગંગા થી નવડાવી દેશે  (ગરીબો ને ભલે નાં મળે પણ ત્યાં તો ચડાવું જ જોઈએ!!)  અને કહેતા હોય કે  ” આ મહિનામાં મંદિરે જવાથી આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ” (ભલે ને પછી આખું વર્ષ પથારીમાં સુતા રહે!!!) આવ્યું ને અહિયાં પણ સ્વાર્થ . જ્યાં પણ તમે નજર ફેરવશો ત્યાં બધે જ તમને સ્વાર્થ  નજરે પડશે જ. તો પછી આપને એમ તો નાં જ કહેવું જોઈએ કે “હું સ્વાર્થી નથી”  

 

આપણે એક રીતે સ્વાર્થ ને ચક્રવ્યુહમાં અભિમન્યુ ની જેમ (યાદ છે ને!) ફસાય ગયા છે અને કહીએ છીએ કે “માણસે સ્વાર્થી ન બનવું જોઈએ”!!!! અત્યારે તો ફેસબુક પર પણ સ્વાર્થ નું પ્રમાણ વધતું ગયું હોય એવું લાગે છે માનો કે તમે કાંઇક અપડેટ કર્યું અને જો તમે કોઈ બીજાના અપડેટમાં લાઈક(LIKE) કે કમેન્ટ(COMMENT) ન કરી હોય તો તમારા કરેલા અપડેટમાં પણ લાઈક કે કમેન્ટ નહિ મળે.બોલો ત્યાં પણ “સ્વાર્થ”!!!!

I AM PROUD TO BE “AN INDIAN”?

I AM PROUD TO BE “AN INDIAN”?

 

 

  “આ દેશમાં તમને કોઈ ભારતીય મળશે?

ગુજરાતમાં જશો તો ગુજરાતી, મહારાષ્ટ્રમાં  જશો તો  મરાઠી, પંજાબમાં જશો તો પંજાબી, રાજસ્થાનમાં મારવાડી…. પણ કોઈ ભારતીય તમને નહી મળે!!! અમરિકામાં અમરીકી, રશિયામાં રશિયન, જર્મની માં જર્મન, ચીનમાં ચીની,  જાપાનમાં જાપનીઝ…….. આવી રીતે તમને ઉત્તર થી દક્ષીણ અને પૂર્વ થી પશ્ચિમમાં ક્યાય પણ ભારતીય નહિ મળે . હા, મળશે તમને ભારતીય ફક્ત ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ના મેચમાં અથવા હોકીના મેચમાં” આવો જ કાંઇક ડાયલોગ હોય છે “ખટ્ટા-મીઠા” ફિલ્મનો .    

 

    લોકોને  ભારતીય  છે તેવું કહેવા કરતા વધારે રસ હોય છે એ દર્શાવવામાં કે “में गुजराती  हु, आप कहा से हो?” આ પણ  વાસ્તવિકતા છે . હાલનો  મુદ્દો ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ને અલગ રાજ્ય  બનાવવાનો, આવી જ રીતે લગભગ  બે વર્ષથી ચાલતો આંધ્રપ્રદેશ નો મુદ્દો  તેલંગાણા ને અલગ કરીને રાજ્ય બનાવવાનો, પછી એક સમયે કિસ્સો આવ્યો હતો કે ઉતરપ્રદેશ ને ચાર ભાગ કરીને અલગ-અલગ  રાજ્ય બનાવાવનો જેથી તેનો વિકાસ થઇ શકે, જમ્મુ-કાશ્મીરની તો કાઇ વાત જ ન થાય તે તો એક અલગ દેશ અત્યારે થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે!!! હજુ પણ થોડાક રાજ્યો છે તેઓના લોકોને અમુક હિસ્સો અલગ કરીને એક અલગ રાજ્ય બનાવવું છે .

 

  આ વાત પરથી અંગ્રેજોનો નિયમ યાદ આવી રહ્યો છે “Divide and Rule” એટલે  “ભાગલા પાડો અને રાજ કરો” તે નિયમ . તેવું જ અત્યારે થઇ રહ્યું હોય તેવું લાગે છે . જેમ એક ઘરમાં ત્રણ કે ચાર ભાઇઓં હોય અને પછી ધીરે-ધીરે તે મોટા થઇ અને અલગ-અલગ રહેવા લાગે છે તેવી જ રીતે અત્યારે ભારત દેશનું થઇ રહ્યું છે!!!!

 

  પહેલા  મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું હવે ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ ને અલગ કરીને રાજ્ય બનાવવાનું !!! વાહ  તો તો હવે કાલે સવારે કદાજ ગુજરાત ને પણ એક અલગ દેશ બનાવવો તેવું આંદોલન કરવામાં આવે તો શું કરવાનું???

 

   જુઓ  “ભાગલા પાડો અને રાજ કરો” અંગ્રજોએ આ નિયમ તો ભારત દેશ ને ગુલામીમાં બાંધવા માટે બનાવ્યો હતો . શું અત્યારે પણ અમુક લોકો આ નીતિ અપનાવી ફરીથી એવું કરી રહ્યા છે??? આપણા  વિચારો, આપણા  સિદ્ધાંતો,  ભારત દેશને એક કરવાનો સંગઠિત કરવાનો, સાથે રાખવાનો હોવો જોઈએ….. નહિ કે ભાગલા પાડવાનો!!!

ફૂલકાજળી, મોરાકાત કે જયા પાર્વતી ના વ્રત કરવાથી જ સારો પતિ મળે ???

 

ફૂલકાજળી, મોરાકાત કે  જયા પાર્વતી ના વ્રત કરવાથી જ સારો પતિ મળે ???

 

  

  એક પાંચ-સાત વરસની નાની, માસુમ,  નિર્દોષ બાળકી તેની માતાને પૂછે છે “આ ફૂલકાજળી, મોરાકાત અને જયાપાર્વતી કરવા ફરજીયાત છે? અને તેમાં પણ બધું જ મોરું-મોરું ખાવાનું ? રાતના 12 અને સવાર સુધી જાગરણ પણ ફરજીયાત કરવાનું, શા માટે? આવો નિર્દોષ સવાલ દરેકે-દરેક છોકરીઓને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે . અને મેજોરીટી આ સવાલ નો દોઢસો ટકા આ જ જવાબ મળે છે જે આ માસુમ, નાની બાળકી ને મળશે  તેની માતા કહે છે  “હા, આ  બધા વ્રતો તો દરેક છોકરી ને અને બધી જ મોટી છોકરીઓને કરવાના જ હોય છે અને મેં પણ કર્યા હતા . આ વ્રત કરવાથી છોકરીઓને સારો છોકરો એટલે સારો અને સંસ્કારી પતિ મળે છે તેના માટે આ વ્રત કરવા જરૂરી છે .”

 

  જોયું, એઝ યુઝ્વલ  જવાબ  મળ્યો ને !! આપણ  ને બધાને અમુક સવાલો ના સાચા જવાબ મળતા જ નથી, ફક્ત મળે તો બહાના જ !!! ખરેખર તો આપણે એટલે પુરુષે શરમાવું જોઈએ જો સ્ત્રીઓ પુરુષો માટે વ્રત કરી શકે, મોરું-મોરું ખાઈ શકે, આખી રાત (ભલે પછી ટીવી કે તીન પત્તી રમતા-રમતા) જાગી શકે તો એ જ પ્રમાણે અમુક વ્રત પુરુષો માટે પણ રાખવા જોઈતા હતા ભગવાને .(એવું મનાય છે કે આ વ્રત ભગવાને સુચવેલા છે તેથી) કાં સાચું ને !!!

 

  એક તરફ આપણે  બધા અને વર્ષોથી કહેવાતું આવ્યું છે અને બોલીવુડ ની રોમેન્ટિક ફિલ્મ ની સ્ટોરી નાં ડાયલોગ પ્રમાણે “જોડિયા તો ઉપર  બનતી હે” અથવા આપણા વડીલો અને આપણે બધા બોલતા હોઈએ તે પ્રમાણે “નસીબમાં હશે તે જીવનસાથી (LIFE PARTNER) મળશે” જો ઉપર નો ડાયલોગ અને આ ડાયલોગ સાચો હોય તો શું કામ સ્ત્રીઓ ધરતી પર આવી ને આવા વ્રત કરે છે? જો જાગરણ કરવાથી સારો પતિ મળે તો પુરુષોએ પણ (મેં ઉપર કહ્યું એ મુજબ પુરુષો ના વ્રત) સારી પત્ની મળે એ માટે, મોરું-મોરું ખાઈને, જાગરણ કરવું જોઈએ તેથી શું છે બેલેન્સ જળવાઈ રહે!! બાકી છોકરીઓ અને સ્ત્રીઓ જાગરણ કરે તો એ તો કાબિલ-એ-તારીફ  છે . તે બદલ ખુબ-ખુબ અભીનંદન  .

 

  અલબત, મને તો હજુ સુધી સમજાતું નથી કે સ્ત્રીઓ આટલી મેચ્યોર(પુરુષ કરતા તો બે કે પાંચ  વર્ષ વધુ સમજદાર) હોય છે છતા પણ કેમ  તેઓ આમાં માને છે . અને એ માસુમ છોકરી ને પણ આં વ્રત તો કરવા  પડશે (પરાણે).. નહિ તો દુનિયા કહેશે “હાય હાય તમારી છોકરીએ ફૂલકાજળી કે મોરાકાત  કે જયાપાર્વતી નાં વ્રત નથી કર્યા તો કેમ તેને સારો છોકરો મળશે?” બોલો!! આવા પણ લોકો છે જ ને !!! “જો આપણે  કોઈનું સારું કરી નથી કરી શક્ર્તા, સારું બોલી નથી શકતા તો શું કામ આવી  ખરાબ (નેગેટીવ) વાતો બોલવી જોઈએ???” આવું પણ આપણી જ આસપાસના લોકો અને દુનીયાવાળા જ બોલતા હોય છે . અને પાછા  વળી ફરીને એમ જ  બોલતા હશે (જે બીજો ડાયલોગ છે એ પ્રમાણે) “નસીબમાં હશે ત્યારે થઇ જાશે તમારી છોકરીનું અથવા છોકરાનું.”

 

  આખરે,તો આ શ્રદ્ધા નો વિષય છે .  “શ્રદ્ધા ઓર આસ્થા એક અફીણ કે નશે કી તરહ હોતા હે, દેખના કાનજી કહી યે લોગ ફિરસે મંદિરો મેં નાં દીખ જાયે” યાદ છે ને આ ફેમસ ડાયલોગ ક્યા ફિલ્મનો છે???

 

ઓહ માય ગોડ!!!

વેરાવળમાં આવતી કાલે શાકમાર્કેટ માં હડતાલ !!!!

વેરાવળમાં આવતી કાલે  શાકમાર્કેટ  માં હડતાલ !!!!

 

 

  વેરાવળની શાક માર્કેટમાં સવારે જે હરાજી થાય છે તે બીજી બાજુ એટલે કે વેરાવળથી થોડે દુર સ્પેસ્યલ યાર્ડમાં ફેરવવાના કારણે તેઓએ (હરાજી કરતા વેપારીઓએ) વિરોધ કર્યો છે. (હા જે ત્યાં રોકાવાનો અને બીજો અલગ-અલગ પ્રકારનો જે ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યું છે તેનો ચોક્કસ વિરોધ કરવો જોઈએ જ.)  અને તે ત્યાં ન ફેરવાઈ તેવી માંગ કરી છે. તેના પગલાં રૂપે આવતી કાલે હરાજી જ નહિ થાય!! આ કારણસર શાક માર્કેટ બંધ રહેશે અને આમ પબ્લિક (સામાન્ય જનતા, કદાચ હરાજી કરતા વેપારી પણ આવી જાય!!) હેરાન થાશે એ અલગ !! (આમ પણ અત્યારે જ્યાં છે ત્યાં ચોમાસામાં તો ઠીક છે, શિયાળામાં અને ઉનાળામાં પણ એટલો જ ગંદવાડ હોય છે.)

   

     શું આ ખરેખર વાજબી ગણાય? આવી રીતે શાક માર્કેટ બંધ કરાવી ? અમુક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ “જો હરાજી કરવામાં આવશે તો તે લોકો બધું શાકભાજી ગાય ને ખવડાવી દેશે અથવા ફેંકી દેશે પણ વેચવા તો નહિ જ દે !!! બોલો . કદાચ એક દિવસ શાક માર્કેટ બંધ રાખવાથી કરોડો નું તો નહિ પણ લાખો રૂપિયાનું તો નુકશાન થવાનું જ ને ? અને આ બધું ભારણ સરવાળે આમ જનતા (તે વેપારીઓ પણ) નાં માથે જ આવવાનું . હા, સાથો-સાથ જેઓ રોજે-રોજ નું, મજુરી કરી ને શાકભાજી ખરીદે છે, તેઓને આ દિવસે શાક, બકાલું નહિ મળે એનું શું?

 

   દર વખતે આપણે જયારે પણ સરકારની કોઈ યોજના હોય, નવો જીલ્લો ઘોષિત કરવાનો હોય કે શાક માર્કેટ ની હરાજી નું સ્થાન બીજે ફેરવવાનું હોય તો આ બધામાં આપણા લોકો હડતાલ કરે છે પણ વેપારીઓના ધંધા કે કોઈ બીજું આવક નાં સાધન બંધ રાખી ને શા માટે  આંદોલન અથવા હડતાલ કરીએ છે? ક્યારેક જો હુલ્લડ જેવો માહોલ થાય ત્યારે પણ આપણે વેપારીઓની દુકાનો ને જ ટાર્ગેટ કરીએ છે અને નુકશાન કોઈ બીજાનું કરીએ છે? આપણે કંઈક અલગ રસ્તો પણ અપનાવી શકીએ વિરોધ દર્શાવવા માટે. જેમ કે જો આ જ શાક માર્કેટમાં હરાજી રાખવી હોય તો વેપારીઓએ લોકોનો.અને આમજનતા નો અભિપ્રાય(લોકશાહી યાર) પ્રમાણે કલેકટરને આવેદન પત્ર આપવું જોઈએ .. આ પણ એક રસ્તો છે જ પણ આપણે તો જ્યાં સુધી થોડું-ઘણું નુકસાન (કરોડો નું નહી તો લાખોનું) ન કરીએ અથવા કોઈ સરકારી ઓફીસ માં તોડ-ફોડ ન કરીએ ત્યાં સુધી તેને વિરોધ દર્શાવ્યો અથવા હડતાલ કરી એવું વર્તાતું જ નથી .

 

   એક જીદ્દી છોકરો જેમ પોતાની જિદ્દ પૂરી કરવા માટે આખું ઘર માથે ઉઠાવે છે અને જિદ્દ પૂરી કરે છે તેવી જ રીતે આપણે પણ આખા દેશ ને નહી તો રાજ્ય ને, રાજય ને નહિ તો જિલ્લા ને, જીલ્લો નહિ તો  શહેર ને માથે ઉપાડી ને પોતાની જિદ્દ પૂરી કરીએ છીએ અને ઉપરથી કહીએ છીએ “છોકરાઓ તો જીદ્દીલા હોય ” પણ બોસ આવું તે શીખે છે કોની પાસેથી?

 

   જો કોઈ પણ વસ્તુનો વિરોધ દર્શાવવો જ હોય તો તેને બંધ કરીને નહી પણ 24*7 આખો દિવસ ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવી શકાય. ભલે ગાંધીજી ના મત પ્રમાણે બંધ રાખીને જ વિરોધ દર્શાવી શકાય પણ એક કહેવત પ્રમાણે “સમય અનુસાર અથવા જમાના પ્રમાણે અથવા પરિસ્થિતિ પ્રમાણે માણસે બદલવું જ પડે છે . તો ગાંધીજી એ ત્યારના જમાના પ્રમાણે વિરોધ દર્શાવ્યો બંધ કરીને, તો તે ત્યારના સમય અનુસાર સો ટકા  સાચી રીત હશે પણ આજના સમય માં તો કાંઇક અલગ્ રીત હડતાલ ની લાવવી જ પડશેને કે પછી આપણે જીવીએ છે 21મી સદી માં, પણ હકીકતમાં છીએ તો આપણે 20મી સદી થી પણ જુના(ઓલ્ડ)!

 

   જો બીજું કાઈ  બદલી શકીએ કે નહી પણ આપણા દેશમાં જે આપણે જ ખાવાનું રોડ પર મળે છે તે તો બદલવું જ પડશે આપણે બધાએ .!!!!

દરેક વ્યક્તિ કાંઇક અલગ હોય છે, તે બીજા જેવો હોય જા નાં શકે!!!

                    

 

 દરેક વ્યક્તિ કાંઇક અલગ  હોય છે, તે બીજા જેવો હોય જા નાં શકે!!!

 

 

 

   આપણે હંમેશા નાનપણથી એક-બીજાં ની  સાથે કોઈપણ વસ્તુ માં સરખાવતા હોઈએ છીએ . તે કોઈ પણ વસ્તુ હોય જેમ કે કપડા હોય તો આપણે બીજાને કહેતા હોઈએ કે “વાહ ભાઈ તને તો કોઈપણ કપડા સુટ કરે છે ને મને તો એક પણ સુટ નથી કરતા ” ખાસ કરીને માતા-પિતા તેના બાળકો ને બીજાના બાળકો સાથે વધારે પડતા સરખાવા લાગ્યા છે કે ” જો બેટા તારો ફ્રેન્ડ ભણવામાં હંમેશા પહેલો નંબર જ લાવે છે ને તું તો હંમેશા પાંચમો કે છટ્ઠો જ  લાવે છે  અથવા જો તે કેવો અલગ  પ્રવૃત્તિમાં ભાગ લે છે અને તું તો કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ પણ લેતો નથી “ આવી જ રીતે બાળકો પણ તેના માતા-પિતાને કહેતા હોય છે કે “પપ્પા  મારા ફ્રેન્ડનાં પપ્પા તો તેને જે જોઈએ  તે  લઈ દે  છે  અને તમે તો મને કાંઈ જ નથી લઈ આપતા”. અને જેમ-જેમ તે બાળક મોટો થતો જાય છે એટલે તેના માતા-પિતા કહે છે કે તું બહુ જીદ્દી થઇ ગયો છે” ખરેખર શુરુઆત માતા-પિતા જ કરતા હોય છે કે જો પહેલો બાળક કેવો છે, આમ છે, તેમ છે વગેરે…. પછી જયારે બાળક સરખામણી કરે છે તો તેને જીદ્દી કહે છે.

  

  એક જૂની કહેવત યાદ આવે છે “માતા-પિતા જેવું  શીખવાડે તેવું જ તેના બાળકોમાં આવે” સાથે-સાથે આપણે ભૂતકાળ ને પણ વર્તમાન સાથે સરખાવતા હોઈએ છીએ . મેં હમણાં થોડો સમય પહેલા  ટ્રેનમાં અમદાવાદ થી વેરાવળ આવતો હતો,  ત્યારે નોંધ કર્યું કે હું  પણ બધી જ વસ્તુમાં સરખાવું છુ .  મને વિચાર આવ્યો  કે “ટ્રેન કરતા બસમાં જવાની વધારે મજા આવે છે .”  ભાગવત ગીતા માં લખેલું છે તે પ્રમાણે  ‘મનુષ્યે સુખ અને દુખમાં એક  સમાન રહેવું જોઈએ.” પણ આ બધું આપણે માત્ર ઔપચારિક રીતે વાચી જઈએ છે !! અને આનું પાલન નથી કરતા.  આવું કેમ બને છે??

 

 એક ઉદાહરણ જોઈએ  “પ્રિયા એ એક વખત તેના બોયફ્રેન્ડ જય ને કહ્યું “મને તો બધા ઘરમાં એમ જ કહે છે કે તું આ હિરોઈન ની જેવી લાગે છે, મારા કઝીન ભાઈ અને બહેન પણ એમ જ કહે છે” આ સાંભળીને જય ને કાંઈ સમજાતું જ ન હતું એટલે જવાબમાં તેને વધુ નાં કહ્યું બસ એટલું જ કહ્યું “સારું કહેવાય!!”  જય એવું માનનારો વ્યક્તિ છે કે આપણે બીજાની સાથે અને ખાસ કરી સેલેબ્રીટી સાથે શું કામ સરખાવતા હોઈએ છીએ? અલબત, હોય છે ઘણાખરા લોકોના ચહેરા મળતા આવે છે અને એ પણ કોઈ સેલેબ્રીટી સાથે મળતો આવે એ એક સારા માં સારી વાત કહેવાય પણ જય ને તો પ્રિયા માં કોઈ બીજી વ્યક્તિ નહિ ફક્ત પ્રિયા ને જ જોવી છે અને એ કોઈ સેલેબ્રીટી સાથે પ્રેમ નથી કરતો એ તો ફક્ત પ્રિયા ને જ ચાહે છે . એક બોલવા માટે સારું લાગે છે અને સારું લાગવું પણ જોઈએ પણ જય અને પ્રિયા (આમ તો દરેક કપલ) જેવું તો કોઈ જ નાં થઇ શકે તે પણ હકીકત છે.” 

 

   આપણે હંમેશા ભૂતકાળ ને વર્તમાનની સાથે  સરખાવીએ છીએ તો એ ભૂતકાળ થઇ ગયો એ સમય હવે ચાલી ગયો છે . જો આપણે  વર્તમાનમાં પણ ભૂતકાળ ને યાદ કરશું તો આ વર્તમાનને પણ થોડી વાર બાદ ભવિષ્યમાં ભૂતકાળ તરીકે સરખાવતા રહેશું . આ એક નિરંતર બનતું જશે અને એક પ્રકારની આદત ઘર કરી જશે . અને એક ડાયલોગ છે ” આદત ને જો સમય પર ન બદલી જાય તો એ સ્વભાવ બની જાય છે .” અને સ્વભાવ  ને બદલવો મુશ્કેલ છે પણ નામુમકીન તો નથી જ!  કેમ કે તે આપણા પર રહેલું છે કે આપણે શું કરવું?  ટેવને વહેલી તકે બદલવી કે નહિ ?  બાકી સરખાવવાનું તો આપણે જેટલું વધારે કરીશું તેટલું વધવાનું જ છે . ભલે પછી તે માતા-પિતા હોય, બોયફ્રેન્ડ કે ગર્લ ફ્રેન્ડ હોય કે કોઈ ચીજ, વસ્તુ કે પદાર્થ હોય .

 

  બસ, આપણી જાતને, આપણી પરિસ્થિતિ ને  જેવી હોય તેવી સ્વીકારી અને જીંદગીનો પુરેપુરો આનંદ માણીએ …..    

 

21 મી સદી દેખાડો કરવાની સદી?

    21 મી સદી, જ્ઞાન ની સદી?

    21 મી સદી, વિજ્ઞાન ની સદી?

                  કે 

   21 મી સદી, દેખાડો કરવાની સદી?

 

એક પતિ-પત્ની(કપલ યુ નો!) હતા  બન્ને  નોકરિયાત. બંનેનો પગાર પણ ઘણો સારો હતો . બન્ને રોજ સવારે નોકરી પર જાય અને સાંજે પાછા ફરે આ જીંદગી (રૂટીન લાઈફ યાર) થઇ ગઈ હતી . તેઓ એક ખુબ જ સારી અને વૈભવશાળી જીંદગી જીવતા હતા . તેઓના ઘરમાં કોઈ ચીજ કે વસ્તુની કમી ન હતી . જે ખરીદવું હોય તે ગમે ત્યારે ખરીદી શકે, બહાર જવા માટે ટુ-વ્હીલ, કાર, ઘરમાં ફ્રીઝ, વોશિગ મશીન, બેડરૂમમાં પણ એસી, એલ સી ડી, હોલમાં મોટું 32 ઇંચનું એલસીડી, સોફા સેટ, વેગેરે…. બધું જ હતું જે ખુશી અને સુખ આપી શકે તેવી  તમામ ચીજો અને વસ્તુઓ હતી પણ પત્ની ને થોડોક સમયથી માનસિક રીતે, મન માં, દિલ માં, હ્રદય માં કોઈ ખુશી ની કે શાંતિ ની, સુખ ની લાગણી ન હતી . કાંઇક કચવાટ અનુભવાતો હતો, દુખ જેવું લાગ્યા કરતુ . થોડી વાર માં ઉદાસી મનમાં આવી જતી અને નેગેટીવ વિચારોથી મન ઘેરાય જતું .(આમ, પણ કહેવાય છે ને કે “સ્ત્રીઓ હંમેશા દિલથી વિચારે છે, જયારે પુરુષો દિમાગથી) તેણી એ અનેક વાર પતિ ને કહી આ વાત પણ પતિ દરેક વખતે એવું કહી દેતો કે “આ તારો વહેમ છે, આપની પાસે બધું તો છે જેનાથી આપણ ને ખુશી અને સુખ મળે જ છે (આવું કદાચ દરેક પતિ તેની પત્ની ને કહેતા હશે) અને આ બધું જ આખરે તો તારા માટે તો છે” પત્ની છેલ્લા શબ્દો સાંભળી માની પણ જતી .

 

     છતાં એક દિવસ તેણી નોકરી પરથી વહેલી  ઘરે આવી ગઈ અને ફરીથી નેગેટીવ (નકારાત્મક) વિચારોનો ફલો (પ્રવાહ) શરુ થઇ ગયો અને તેણીએ નક્કી જ કરી લીધું કે ” આજે તો કાંઇક નિર્ણય કરવો જ છે .” પતિ જયારે ઘરમાં મોડો આવ્યો ત્યારે તેણીએ એકદમ ગુસ્સા સાથે કહ્યું “મને મનથી ખુશી જોઈએ છે, મનમાં સુખ જોઈએ છે, આપની જીંદગી એક મશીન જેવી બની ગઈ હોય તેવું લાગે છે રોજ સવારે ઉઠીને ફક્ત એક જ કામ?

 

આપણી બાહ્ય જિંદગીમાં તો આપણે  ખુશ છીએ પણ એ બધુ બીજાને દેખાડવા માટે ખુશ રહીએ તેવું લાગી રહ્યું છે . આપણી અંદર મનમાં, દિલમાં આપણને જરા પણ સુખી નથી અને જ્યાં સુધી આપણને આપણા  મનમાં ખુશી કે સુખ ની લાગણી નહિ ઉદભવે ત્યાં સુધી આ બધી જ મોઘીદાટ ચીજો કે વસ્તુઓ ગમે તેટલી વસાવી લઈએ છતાં નકામી છે અને રહેશે !!!

 

     આવું જ કાંઇક અત્યારે આપણા  બધાની જિંદગીમાં થઇ રહ્યું છે . આપણે  બીજાને ખુશ કરવા અથવા બીજાને દેખાડવા બધી બાહ્ય વસ્તુઓ ખરીદવા લાગ્યા છે પણ મનમાં, હૃદયમાં, દિલમાં તો બીજાના માટે ફક્ત ને ફક્ત નફરત, વેર-ઝેર (અને ક્યારેક તો મારી નાખવાની ભાવના) ભરેલા હતા અને હોય છે (રહેશે તેવું નાં કહી શકાય) એનું શું??

 

   ઘણા લોકો તો સમાજમાં પોતાની પ્રતિષ્ઠા  વધારવા એક અલગ સ્ટેટસ ઉભું કરવા માટે ખુશ રહેવાની અને સુખ આપે તેવી વસ્તુઓ ખરીદવા લાગ્યા છે!!! એવું નથી કે પૈસા ન કમાવા જોઈએ કે અમીર ન બનવું જોઈએ પણ એટલા બધા અમીર ન બનવું કે જેનાથી આપણે જ આપણા મન ને શેનાથી ખુશી કે સુખ મળે તેની ખબર નાં હોય . આપણને જે કામમાંથી ખુશી કે સુખ મળતું હોય તે કરવું જોઈએ નહિ કે બીજાઓને દેખાડવા માટે!!! 

    

તમારું કામ પતાવાનું છે ને? કેટલા આપશો?

તમારું કામ પતાવાનું છે ને? કેટલા આપશો?

 

એક ભાઈ અને તેનો સન સ્કુટરમાં જતા હતા . વચ્ચે ટ્રાફિક આવ્યું એટલે તેઓએ ત્યાં બ્રેક મારી પણ ત્યાં સુધીમાં તેઓં  ટ્રાફિક સિગ્નલ ની લાઈન ની આગળ ચાલ્યું ગયું અને ટ્રાફિક પોલીસવાળા  ભાઈ ની પાસેથી નીકળ્યા પણ તેઓં કાઈ બોલ્યા નહિ એટલે  સ્કુટરવાળા ભાઈ સામેથી તેઓની પાસે ગયા અને કહ્યું “મે ટ્રાફિક સિગ્નલ ની લાઈન ક્રોસ કરી છે તેનો દંડ કેટલો ભરવાનો?” ત્યારે પોલીસવાળા ભાઈ એકદમ ચોંકી ઉઠ્યા અને તેઓને કહ્યું “ભાઈ કોણે જોયું? કોઈને નથી ખબર જાવ તમે”. ત્યારે સ્કુટરવાળા ભાઈ કહે છે કે,   “અરે, સાહેબ બીજા કોઈએ જોયું કે ન જોયું મારા સને તો જોયું ને અને જે આપણે શીખવશું તે જ તે મોટો થઇ ને કરશે ને!!” આ દ્રશ્ય છે “ફરારી કી સવારી” ફિલ્મનો જેમાં શર્મન જોશી તે સ્કુટર ડ્રાઈવ કરતો હોય છે અને તેનો સન પાછળની સીટ પર બેઠો હોય છે .  આ ફિલ્મમાં આ દ્રશ્ય બહુ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું હતું જેને આપણે બધાએ એક મનોરંજનની દ્રષ્ટીએ જોઇને ભૂલી પણ ગયા .

 

   આવું જ અત્યારે કરપ્શન (ભ્રષ્ટાચાર)ની બાબતમાં થઇ રહ્યું છે . આપણા શાળાના પાઠ્ય-પુસ્તકમાં બહુ ગર્વ થી લખેલું હોય છે કે ” ભ્રષ્ટાચાર, લાંચ લેવી કે આપવી તે બંને ગુનો બને છે .” પણ વાસ્તવિકતા તો   પુસ્તકનાં વાક્ય થી બિલકુલ અલગ છે!!!! આપણે અત્યાર સુધી ગવર્મેન્ટ સીસ્ટમ ને બદલવાની કોશિશ કરી પણ તેમાં તો બદલાવ નાં અંશો પણ નથી દેખાતા . તો હવે આપણે ગવર્મેન્ટ સીસ્ટમ ને નહિ પણ પાઠ્ય-પુસ્તકમાં થોડો ફેરફાર કરવો પડશે કેમ કે જે પ્રમાણે આપણે કામ કરશું તેવું જ બાળકો પણ કરશે (એવી મારા ખ્યાલ થી કહેવત છે !!!) શાળા નાં પાઠ્ય-પુસ્તકમાં ” ભ્રષ્ટાચાર, લાંચ લેવી કે આપવી તે બંને ગુનો બને છે .” તેવું પુસ્તકમાં લખેલું હોય તેના છેલ્લા પાના પર આટલું જ નોંધી દેવું જોઈએ ” વાસ્તવિકતા તદન અલગ હોય છે . રીયલ લાઈફમાં તમારે સરકારી ઓફિસમાં કાઈ કામ હોય તો ભ્રષ્ટાચાર તો કરવો જ પડશે!”

 હે? હે? હે???

 

   બોસ આપ બધા કહેશો કે આવું લખવું તો શક્ય નથી . OK તો પછી ક્યાંક તો બદલાવ લાવવો જ પડશે ને .

એક શાળાનો વિદ્યાર્થી દસ-દસ વર્ષોથી એક જ વાત જાણતો હોય છે કે  ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ પણ   જયારે તે પોતે રીયલ લાઈફમાં (વાસ્તવિક જીવનમાં) આવે છે ત્યારે ખબર પડે છે કે અહિયાં તો આના વગર  છુટકો જ નથી !!!.

 

   સ્કુલના સ્ટાફ રૂમમાં પણ ક્યારેક આવી ચર્ચાઓ ચાલતી હોય છે કે કાલે ફલાણા સાહેબ ને આટલા રૂપિયા આપ્યા ત્યાર બાદ કામ પત્યું ત્યાં બીજા સાહેબ કહેશે અરે ભાઈ પહેલા જ એટલા આપી દીધા હોત તો ક્યારનુય તમારું કામ પતી ગયું હોત” હા સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે .

 

  શાળાની વાત કરીએ છીએ તો હાલમાં જેમ નવી-નવી શાળાઓ પણ ખુલવા લાગી છે અને જેટલી ટુથપેસ્ટ  

કે જીન્સ ની જાહેરાત આવે છે તેમ શાળાઓ ની પણ જાહેરાત આવે છે . લાગે છે હવે શિક્ષણ નો એક પ્રકારનો વેપાર ખુલ્લે આમ શરુ થઇ ગયો છે . અને એમાં પણ હરીફાઈ થવા લાગી છે આટલા ટકા આવે તો વિદ્યાર્થીને આવતા વર્ષ ની અડધી ફી માફ અથવા કોઈ નવી શાળા હોય તો પહેલો નંબર આવે એને સ્કુટર, બીજા નંબરવાળા ને લેપટોપ આપવામાં આવશે . આવી સરસ મજાની સ્કીમ દેખાડી પછી તો વિદ્યાર્થી પણ એક મશીનની જેમ જ મહેનત કરવા લાગી જાય અને એ મશીન ક્યારેક એવું બંદ પડી કે કોઈ દિવસ ચાલુ જ ન થાય.

 

   3 ઇડીયટ્સ  ફિલ્મમાં પણ કહ્યું છે કે આ કોલેજ છે કાઈ પ્રેશર કુકર નથી .!!!      

જવાબદારી કે ટેન્શન

જવાબદારી કે ટેન્શન 

 

     આપણે બધા હાલના સમયમાં જવાબદારી ને એક ટેન્શન (ગુજરાતીમાં ચિંતા કહેવાય) તરીકે લેવા લાગ્યા છે . ખાસ કરીને લગ્ન ને પણ!!! એક દોસ્તની થોડા સમય પહેલા સગાઇ થઇ ત્યારે મેં તેને કહ્યું “હવે તો તને જલસા ને!!!” શું જલસા? એક ટેન્શન વધી ગયું રીચાર્જ કરાવવાનું અને તેને સાચવવાનું, તારી સગાઇ થશે ત્યારે તને ખબર પડશે કે આ ટેન્શન કેવું હોય છે.” આવું લગ્ન કરેલા ની પણ આવી જ હાલત છે . લગ્ન બાદ જયારે એક-બે બાળકો આવે છે (લગભગ લગ્ન બાદ જ આવે ને !!!) એટલે વધારે બોલે છે “હવે તો આનું ટેન્શન છે.”

        બોલો બાળકો પણ અત્યારે ટેન્શન બની ગયા છે . પછી બાળકો મોટા થાય એટલે તેને સ્કુલના એડમીશન  અને મુકવા અને લેવા જવાની ટેન્શન .બસ બોસ બહુ થઈ ગયું! ટેન્શન,ટેન્શન,ટેન્શન……… 

આના કરતા તો જીંદગી જ જીવાય નહિ .

 ખરેખર આ બધું ટેન્શન હતું જ નહિ,   આ બધી તો દરેક માણસની જવાબદારી હોય છે અને જેનો જન્મ થયો છે તેને આ જવાબદારી નિભાવવાની જ છે . પછી આપણે તેને ટેન્શન નું નામ આપી દઈએ કે ગમે તે બીજું, જે છે તે  નિભાવવાનું જ છે . પણ ટેન્શન કરતા જવાબદારી તરીકે કોઈ પણ વસ્તુને લઈશું તો તે થોડી હળવી લાગશે . ભલે તે પછી નોકરીની હોય કે છોકરીની, ઓફીસની હોય કે ધંધાની, બાળકોની હોય કે મમ્મી-પપ્પા ને સાચવવાની આ બધી જવાબદારીમાં આવે છે ટેન્શનમાં નહિ .

   ઘણા લોકો તો જીંદગી ને જ એક ટેન્શન માને છે કહે છે ” આપણો જન્મ થયો ને ટેન્શન શરૂ .”  બોસ આપણે નાના હોઈએ ત્યારે વધારે શીખવાનું ઘરમાંથી જ હોય છે (સ્કૂલમાંથી તો ત્યાર પછી) તો જેવું આપણે  આપણા વડીલો પાસેથી શીખશું તેવું જ આપણામાં ઉતરશે . તેવું કહેવાય છે તો આપણે જો દિવસ દરમિયાન કામને એક “ટેન્શન” તરીકે લઈશું તો તેવું જ ઉતરવાનું છે બાળકોમાં પણ . એવું કહેવાય છે કે બાળકોમાં જેવું બીજ વાવો તેવું ઉગે તો શું આપને  ટેન્શનનું બીજ વાવવું છે કે જવાબદારીનું??  એ નિર્ણય સો એ સો ટકા આપનો જ રહેશે આખરે જીંદગી બધાજ ની   અલગ-અલગ છે અને વિચારધારા પણ અલગ-અલગ રહેવાની જ …..