“”મહત્વનુ શું?……….””

     

ક્યારેક-ક્યારેક અમુક સવાલના જવાબ શોધતા સમયે ફરીથી સવાલ પૂછવાથી પણ સાચો જવાબ મળી જતો હોય છે. જ્યારે પણ  કાઇં  સમજાય  નહિઁ  ત્યારે આ શબ્દનો  સવાલ તરીકે ઉપયોગ કરવાથી પણ ઘણાં જવાબ મળી જતાં  હોય અને વધારેમાં વધારે એ વર્તમાન કાળ (Present Tense) , હાલમાં, અત્યારે જ, હમણાં, આજ ઘડી ને લાગુ પડતો હોય છે. “મહત્વનુ શું ???.”..  ડાયરેક્ટ લેટ્સ સી ફર્સ્ટ એકઝામપ્લ.

    અત્યારે બધા જ ટીચર્સ, શિક્ષકોની ફરિયાદ હોય જ છે કે “સ્ટુડન્ટ શિસ્તમાં નથી રહેતા?” હવે, આ વાક્યમાં “મહત્વનુ શું?” શબ્દનો ઉપયોગ કરીએ “  સ્ટુડન્ટને શિક્ષણ, જ્ઞાન (અત્યારે જે પ્રમાણે ગોખણિયું જ્ઞાન આપવામાં આવે છે એવું નહીં હો!) આપવું મહત્વનુ છે કે શિસ્ત શીખવાડવું મહત્વનુ છે?” હવે, આવો સવાલ પૂછવાથી જરૂર આપ બધા (બુદ્ધિશાળી) કહેશો બન્ને જરૂરી છે. ચોક્કસ સો ટકા સાચી વાત બન્ને  મહત્વનુ છે. પણ જો સ્ટુડન્ટ સાચા જ્ઞાન, સાચા શિક્ષણને પામી જશે એટ્લે તે ઓટોમેટિક શિસ્તમાં આવી જશે તમારે કે મારે કે કોઈએ પણ તે બાબતમાં તેઓને સમજવું નહીં પડે. એ જેમ રોજ સવારે સૂર્ય પૂર્વમાથી જ ઊગે છે એમ તે શિસ્તમાં પણ આવી જ જશે.

 

     આવું એક જ બાબતમાં નહીં કોઈ પણ બાબતમાં આ શબ્દનો ઉપયોગ થઈ શકે છે અને તુરંત જ એટ ધેટ ટાઈમ જ સાચો અને વ્યાજબી જવાબ મળશે.. ઉપર જે સ્ટડી વિશે વાત કરી તો તેમાથી જ એક બીજો સવાલ ઉદભવે છે. “સ્ટડી કરવું મતલબ કે જ્ઞાન મેળવવું મહત્વનુ છે કે ફકત ડિગ્રી મેળવવી મહત્વની છે? (જે હાલમાં રેશ લાગી છે તે રીતે!!)..  ડિગ્રી વિશેની એક રસપ્રદ વાત આપ સો ને જણાવી છે.  M.com ની એક્ઝામ વખતે એક મિત્રએ (નામ ના આપી શકું) પહેલા જ પેપરમાં શ્રી કૃષણની આરતી પહેલા જ પાનાં પર લખેલી છે. એવું એ પોતે કહી રહ્યો છે. અને વધારેમાં પણ કહે છે કે “આ તો ફકત ડિગ્રીમાટે હું એક્ઝામ આપવા આવું છે બાકી  M.comમાં ક્યાં-ક્યાં સબજેક્ટ છે એ પણ મને નથી ખબર”અને દોસ્તો મજાની વાત એ છે કે એ પાસ પણ થઈ ગયો હતો!! બોલો!!! અલબત, એવા પણ સ્ટુડન્ટ છે કે જે ડિગ્રી મેળવે છે અને સાથે-સાથે એનું જ્ઞાન પણ મેળવે છે. બટ અત્યારે તો સૌથી મહત્વની ડિગ્રી હોય એવું લાગી રહ્યું છે. જો તમારી પાસે આ ડિગ્રી હોય તો તમને આ પોસ્ટ મળે અને ડિગ્રી હોવાથી કઈં ડાયરેક્ટ તો જોબ નથી મળી જતી પછી તેના કાર્ટરેયા  શરૂ થાય તમને આટલા ટકા(%)  તો ઓછામાં ઓછા આવેલા જ હોવા જોઇએ તો જ તમે એ પોસ્ટ માટે એપ્લાય કરી શકો!! બોલો!! જે ફાલતુ (FALTU) મૂવીનો  સવાલ હતો તે મારો પણ છે “યે કેસા એજ્યુકેશન સિસ્ટમ હે આપકા, આપ પાસ તો 35 માર્ક્સ પર કાર ડેટે હો પર જોબ, નોકરી 55, 60, 70, પ્રતિશત વાળો કો હી  દેતે  હો” જો તમારે ભરતી 55ટકા(%) વાળા ઉમેદવાર ની કરવી છે તો પછી પાસીગ સિસ્ટમ શું કરવા 35% ની રાખો છે??

 

    એક એંજિન્યરીગના લાસ્ટ યરમાં સ્ટડી કરતાં યુવાનને પૂના જોબ મળે છે. એટ્લે ઓબ્યસલી તે ખુશ જ થવાનો.  અને  હોસ્ટેલના રૂમમાં જાય છે. તેના મિત્રો તેને કહે છે “એલા તારી પાસે પાસપોર્ટ ક્યાં છે? પૂના જવા માટે તો પાસપોર્ટ જોઇએ”  જોબ મળેલા યુવાનને ત્વરિત ગુસ્સો આવી જાય છે અને સામે પાનના ગલ્લે જઈને ઉપરા ઉપરી સિગારેટ ફૂંકવા માંડે છે. ત્યારે પાનવાળો પૂછે છે અને તે પાનવાળાને આખી વાત કહે છે અને પાનવાળો કહે છે ”એ ગાંડા પૂના તો ભારતમાં જ આવ્યું, તમે બધા હાઈલી એજ્યુકેટેડે થઈને આવી જ ભૂલ કરજો” (અલબત, તેના મિત્રોએ તેની સાથે મજાક કરી હતી!!) આ કહેવાય પુસ્તક્યું જ્ઞાન, ગોખણ પટ્ટી વાળું જ્ઞાન…

   હવે, કહો જ્ઞાન મહત્વનુ છે કે ડિગ્રી????      

    

લાઇફનું બેલેન્સ ચેક કરતું રહેવું જોઈએ!!!

 

      જ્યાં પ્રેમ છે, ત્યાં  ઝઘડો છે, ગુસ્સો છે, અને જ્યાં ગુસ્સો છે, ત્યાં પ્રેમ તો અચૂક જ છે. જ્યાં સંઘર્ષ છે, ત્યાં સફળતા તો અચૂક જ છે., જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકાર છે જ  અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ આવતો જ હોય છે. અમાસની રાત્રીમાં ચંદ્ર દેખાતો નથી, ત્યાં પુનમની રાત્રીમાં ચંદ્ર પૂરે-પૂરો ગોળ અચૂક જ દેખાય છે. જેનો સવાલ હોય છે, તેનો જાવાબ ક્યાક ને ક્યાક રાઈ ના ઢગલામાં સંતાયેલો હોય છે. જ્યાં શાંતિ/સુખ છે, ત્યાં અશાંતિ/દુખ છે. જ્યાં અશાંતિ/દુખ છે, ત્યાં શાંતિ/સુખને તો આવવું જ પડતું હોય છે. જેમ બધે જ ખરાબ લોકો નથી હોતા તેમ બધે જ સારા લોકો પણ નથી મળવાના. જ્યાં આસ્તિકતા છે ત્યાં નાસ્તિકતા રહેલી છે, અને જ્યાં નાસ્તિકતા છે ત્યાં આસ્તિકતાનો સમાવેશ થયેલો હોય છે. કારણ કે જો તમે નાસ્તિક હોવ તો પહેલા આસ્તિક હોવાના પછી જ નાસ્તિકતાનો ઉદભવ થશે. મસ્તિકમાં માં જ્યાં સારા વિચારો હોય ત્યાં ખરાબ (થોડા-ઘણા, મહંદ અંશે, ખૂણે ખાચરે) વિચારો પણ હોવાના…

      બસ, બસ, બસ કરો સ્ટોપ ધીસ. બહુ થયું આમ છે તો તેમ છે અને તેમ છે તો આમ છે  જ.  આ બધુ તો બધાને ખબર જ છે. કાઇંક નવું જોઇએ અમારે. આવી જ વાતો બધાના દિમાગના તરંગોમાં, લહેરોમાં, મોજાઓમાં ઉઠી જ હશે. હવે આવે છે પિક્ચરનો ઓરીજનલ મુદ્દો, આવડા નાનકડા એવા લેકચર્સનો તાત્પર્ય, ભાવાર્થ : કે આ દુનિયામાં, એક્ચ્યુલી આમ તો આપણાં બધાની જિંદગીમાં બેલેન્સ, સંતુલન રાખવું જરૂરી બનતું હોય છે, કદાચિત આપણે સંતુલન ના જાળવી શકીએ પણ ઓટોમેટિક (જેમ કે પ્રેમીને પ્રેમિકાની યાદમાં ખાવાનું ન ભાવે એવું ઓટોમેટિક) સંતુલન જળવાઈ જ જતું હોય છે જે તે પરિસ્થિતી કે સંજોગો પ્રમાણે..

    મારા ફાધર હમેશા કહેતા હતા અને કહે છે કે “જો દુનિયામાં બધે જ સારા લોકો હોય તો દુનિયા એક તરફ ઢળી જાય તેથી ખરાબ લોકોથી બેલેન્સ, સંતુલન જળવાઈ રહે” ક્યારેય કોઈએ એ વિચાર્યું છે કે શું કામ આપણને બે(૨) પગ મળ્યા છે? એક પગ વડે ચાલી ન શકાય? આનો જવાબ કદાચ કોઈ અપંગ વ્યક્તિ જેને એક પગ નથી હોતો તે સારી રીતે આપી શકશે. પણ મારા ખ્યાલ મુજબ બીજો પગ આપણને મળેલો છે શરીરનું સંતુલન જાળવવા માટે. લેટ્સ એક્ષ્પ્લેયન ઈટ આપણે ચાલવા કે દોડવા માટે જ્યારે એક પગ આગળ વધારીશું તો બીજા પગને પણ આપણે આગળ વધારવાનો જ રહ્યો તો જ આપણે આગળ  ચાલી શકીશું. ક્યાય એ સાંભળ્યુ છે કે એક પગ વડે દોડીને કોઈએ દોડની રેસ જીતી? એ કદાચિત શક્ય નથી કારણ કે  જ્યાં સુધી બે પગ વચ્ચે સંતુલન, બેલેન્સ ના જળવાઈ તો તમે દોડી કેવી રીતે શકો? ક્યારેક એક પગ પર થોડી વાર ઊભા રહીને તો જો જો… જો પ્રેકટીશ નહીં હોય તો તરત જ થકી જવાશે અને તરત જ બીજો પગ નીચે પડી જાશે અને થાક ઉતારી દેશે અને બેલેન્સ જળવાઈ જાશે અને તરત જ રાહત નો શ્વાસ લેવાય જાશે.

    ક્યારેય પક્ષીઓમાં એક પાંખ જોઈ છે? ક્યારેય ગાય, ભેસ, બળદ મતલબ પશુઓમાં એક શિગડા જોયા છે? આમાથી એક પગ, પાંખ કે એક શિગડા ના હોય તો ચોક્કસ ચાલે અને જીવી પણ શકાય ખરું, પણ સંતુલન તો  ખોરવાઈ જ જવાનું!!

    જો પતિ/પત્ની ગુસ્સાવાળો/વાળી હોય,  અને પત્ની/પતિ શાંત હોય તો ચોક્કસ સંતુલન રહેશે પણ બન્ને જો ગુસ્સાવાળા હોય તો શું થાય એ તો કલ્પના જ કરવી રહી!! ઘણા લોકો ખાવા માટે જીવતા હોય છે, અને બીજા ઘણા લોકો જીવવા માટે ખાતા હોય છે. જો બધા જ  લોકો ખાવા માટે જીવતા હોય તો ખાવાનું ઘટવાનું અને અછત ઊભી થવાની અને મોંઘવારી પણ વધવાની. પણ સારું છે બીજા લોકો એવા છે જે જીવવા માટે ખાઈ છે અને કદાચ તેથી જ સંતુલન, બેલેન્સ જળવાઈ રહ્યું છે…          

કા મન ગમતું કામ કરો કા કામમાં મન ગમતું કરો

    

        જે વ્યક્તિ, છોકરો, કે બોય સફળ હોય, કામયાબ હોય, સક્સેસ  તેના કદમો ચુંમતી હોય અથવા જે બોય પાસે સારામાં સારી ત્રીસ કે ચાલીસ હજાર રૂપિયાવાળી નોકરી હોય અથવા જે બોયના ફાધરનો બિઝનેસ (ધંધો કે વેપાર) સારો ચાલતો હોય અને તે પોતે પણ તેમાં સારું એવું નામ કમાઈ ચૂક્યો હોય તેવા હેન્ડસમ (જરૂરી નથી બધા બોય હેન્ડસમ હોય), સંસ્કારી બોય ને તો કોઈ પણ છોકરી (ગર્લ) હસતાં-હસતાં તેની સાથે લગ્ન માટે તૈયાર થઈ જાશે.

      પણ, પણ, પણ જે બોય ફટીચર હોય, પૈસના નામે ફૂટી કોડી ના હોય, જેના ફાધર એક સામાનયમાં સામાન્ય કેળાં કે ફ્રૂટ વેચવાનો સ્ટોલ હોય. તેના પોતાના ઘરમાં એક ટંકના ખાવાના ફા-ફા પડતાં હોય તે છોકરાને  કે બોયને જે છોકરી પ્રેમ કરે અને લગ્ન પણ કરે તેને કાઇંક અલગ એક્ષટ્રા ઓર્ડિનરી ગર્લ્સ કહી શકાય..

      વેઈટ, વેઇટ, વેઇટ દોસ્તો આજે કાઇં પ્રેમ વિષે વાત નથી કરવી. અરે, પ્રેમ કોને કહેવાય એ હજુ સુધી કોને ખબર છે તે હું કાઇં કહું. આ તો થોડોક આજે રોમેન્ટીક માહોલ ઊભો કરવો હતો એટ્લા માટે.

        આજ-કાલ બધેજ જગ્યાએ સફળ માણસ, સક્સેસ, કામયાબી જેણે પણ મેળવેલી હોય તેનું માન આપણાં બધાની જિંદગીમાં વધારે અથવા વધારેમાં વધારે હોય છે. હવે, અહિયાં સફળ માણસ કોને કહેવાય તે વિષે નહીં પણ સફળ થવા માટેનું કદાચિત જૂનું અને જાણીતું ફોર્મ્યુલા, રહસ્ય અત્રે પ્રસ્તુત કરવા જઇ રહ્યો છું. અલબત, એક રીતે જોઇયે તો સફળ થવા માટેનું કોઈ ફોર્મ્યુલા હોતું તો નથી અને જો કદાચ હોય તો બધા જ લોકો નું સક્સેસ નું રહસ્ય પણ અલગ-અલગ જ હોવાનું.

        અત્યાર સુધી મહાન વ્યક્તિઓએ બધાએ સફળતા મેળવવાનું એક જ રહસ્ય કહ્યું છે “ મન ગમતું કામ કરો. “ મતલબ કે તમારું જેમાં મન લાગતું હોય એને તમારી કેરિયર બનાવો. બિલકુલ હૂબહૂ જેમ બાબા રણછોડદાસે ૨૦૦૯માં કહ્યું હતું તેમ જ. આ વિષયમાં તો વધારે કાઇં કહેવું પડે તેવું લાગતું તો નથી આપ બધા સમજી ગયા હશો હું ક્યાં મૂવીનું કહી રહ્યો છું? “૩ ઈડિયટ્સ”

         હવે, જેનું કોઈ એક સબજેક્ટ, વિષયમાં મન લાગતું હોય તેને તો ભાઈ બખાં જ છે. પણ જો કોઈ વ્યક્તિને કાઇં ખબર જ ના પડતી હોય અથવા કોઈ કામમાં મન જ ના લાગતું હોય, એક વીક કે એક મહિનો આ કામ કરે પછી બીજા મહિને કાઇંક બીજું કામ નવું કરે તો તેવા વ્યક્તિને શું કરવાનું? એક તો ઓલરેડી એનું મન જ ક્યાય નથી લાગતું તો એ તો ક્યારેય સફળ જ નથી થવાનો કેમ?  અલબત, હા એ સફળ થવાનો. જુઓ ઉપર સક્સેસનું રહસ્ય “મન ગમતું કામ કરો.“ હવે આ શબ્દોને જરા ઈંટરચેંજ કરવી દઈએ તો કાઇંક આવું વાક્ય બનશે કામમાં મન ગમતું કરો.  મતલબ કે હાલમાં, અત્યારે, પ્રેઝન્ટમાં જે પણ તમે કામ કરી રહ્યા હોય, જેવુ પણ હોય ચાહે તે કોઈ નાની એવી દુકાનમાં હોય અથવા તો મોટામાં મોટી કંપનીમાં હોય, બસ તે કામમાં મન ગમતું કરી નાખો. જેવુ છે તેવું જ રહેવા દો  અને તે જ કામને પ્રેમ કરો એક પ્રેમીની જેમ.

     ક્યારેક ને ક્યારેક તો બધા જ  ની જિંદગીમાં પરિસ્થિતી, સંજોગો, હાલત કે મજબૂરી કહિએ તે એવા આવી પડતાં હોય કે તેમાં માણસને મન ગમતું કામ કરવું જ હોય છે, પણ નથી થઈ શકતું ત્યારે કદાચિત આ ફોર્મ્યુલા ને ધ્યાનમાં રાખીને કામ કરી જોવું. આખરે કદાચ તેમાં સફળતા છુપાયેલી હોય તેની!!

    

     

અત્યારે માવો, પાન,તમાકુ ખાવું અને ખવડાવું એક પરંપરા, રિવાજ, પ્રથા કે નિયમ બની ગયું હોય એવું લાગે છે.

 

 

અત્યારે માવો, પાન,તમાકુ ખાવું અને ખવડાવું એક પરંપરા, રિવાજ, પ્રથા કે નિયમ બની ગયું હોય એવું લાગે છે. “ ખાવાનું એક ટાઈમનું કે બે ટાઈમનું ના મળે તો ચાલશે ભાઈ પણ માવો (પાન, તમાકુ) તો જોઈએ ને જોઈએ તો જ મૂડ આવે ” (ચા નું પણ એવું જ છે. ચા પીવે ને તો જ મૂડ આવે). આવા ડાયલોગો એક, બે, ત્રણ નહીં ઘણી વાર સાંભળવામાં આવ્યા હશે જે માવો ખાતા હશે તેના મોઢેથી. હમણાં તો ટીવી પર જાહેરાત પણ આવે છે “ આ બ્રાન્ડનો માવો કે તમાકુ ખાવ એટ્લે તરત જ મૂડ બનાવી દે!” બોલો!

માવો ખાવો અને ખવડાવો એ એક પરંપરા બની ગઈ છે. તમે ગમે ત્યાં જાઓ, કોઈ ના લગ્નમાં, કોઈ ની દુકાન પર, કે બસ સ્ટેન્ડ પર કે રેલ્વે સ્ટેશન પર કે સરકારી ઓફિસમાં ઇવન સ્કૂલના સ્ટાફ રૂમમાં પણ માવો ખાવો અને બે દાણા ખવાડવા એ એક જાતનો રિવાજ થઈ ગયો છે. આપણે બધાને પહેલેથી કહેવામા આવ્યું છે કે શિક્ષક એટ્લે ગુરુ પણ કઈ સ્કૂલ કે કોલેજ એવી બાકાત હશે કે ત્યાના શિક્ષક, પ્રોફેશર ઉર્ફે ગુરુ માવો ન ખાતા હોય આખરે બહાર નીકળીને સીગરેટ તો જરૂર ફૂંકતા જોવા મળશે તમને!! અને પાછા એ જ શિક્ષકો ઉર્ફે ગુરુ (આમ તો બધા જ માવા ખાવાવાળા) ક્લાસમાં  કહેતા ફરતા હોય કે “ તમે આ બધા વ્યસનોમાં ના પડતાં હો આ તો એક પ્રકારની આદત પડી ગઈ છે. હવે તો આના વગર જીવવું જ મુશ્કેલ છે.(કેમ જાણે પ્રેમિકા હોય!) તો તેઓ જે શિક્ષક છે તેને (અને જેને પણ આ બધા વ્યસનો છે એ બધાને) એટલું તો કહેવું જરૂર બને જ કે “ સર જી પહેલા તમે તો આ વાત નો અમલ કરો પછી જ બીજા અમલ કરે ને!! સ્કૂલના સ્ટાફરૂમમાં પણ  ક્યારેક અમુક શિક્ષિકાબેન કોઈ સાહેબને કહેશે : લાવો ને બે દાણા ખાઈએ!!

    ટુ બી કંટીન્યુડ અમુક સરકારી ઓફિસના કેટલાક ઉચ્ચ દરજાના ઓફિસર પણ અમુક વ્યક્તિઓને કહેતા હોય છે કે “ કાઇંક ભાઈ માવો, પાન ખવડાવો તો તમારું કામ ફટાફટ થઈ જાશે ” એવું લાગે છે કે પાન, માવો અત્યારે લાંચરુશવત તરીકે લેવામાં આવે છે. અરે પાન ઉપરથી તો ગીત પણ લખાયેલું છે “ પાન ખાયે સયાં હમારા… શૈલેન્દ્ર કુમારે લખેલું.   કંટીન્યુ કોઈ લગ્નમાં ગયા કે અજાણ્યા દશ-બાર લોકો મળી જાય બસમાં કે રેલ્વે ના પ્લેટફ્રોમ પર કે ડબ્બામાં તો તો અત્યારે માવા ખાવાવાળા પોતાના ખિસ્સામાં પ્લાસ્ટિકના પાન પીસમાં ત્રણ-ચાર કે પાંચ નાના-નાના થોડા-થોડા માવા રાખે છે જેથી કરીને કહી શકે કે “ભાઈ આટલો જ છે.” આમ તો એ લોકો પણ શું કરે હાલ મોંઘવારી જ એટલી છે કે સમાનયમાં સામાન્ય  પાનની દુકાનવાળો  કે લારીવાળો ઓછામાં ઓછા દસ રૂપિયાનો માવો વેચે છે.  સાથે-સાથે તમાકુના ડબ્બામાં અને પેકેટમાં ઇવન સિગારેટના પાકિટમાં પણ ચિત્ર દોરેલું હોય છે અને લખેલું પણ  હોય છે “ટોબેકો કિલ્સ મતલબ તમાકુ જાનલેવા હોય છે.”પણ લોકોતો બેફામ રીતે ખાય છે, ખવડાવે છે, પીવે છે અને પીવડાવે છે. અને કંપનીઓ પીણ બિન્દાસ બનાવે છે અને આવું લખીને બચી જાય છે.

સિગારેટ પીવી એટ્લે મર્દાનગી સાબિત કરવી તેવું બનતું જાય છે. ચાર દોસ્તો પાનવાળાને ત્યાં ઊભા હતા અને એમાનો એક સિગારેટ ના પીતો હોય તો બીજા દોસ્તો કહેશે “આ તો કેવું છોકરી જેવુ વર્તન કરે છે અત્યારે તો છોકરી પણ સિગારેટ પીવે છે. દોસ્ત સિગારેટ પીવી એ તો મર્દાનગી છે!” બોલો!! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર દર છ (SIX) સેકન્ડે તમાકુ ખાવાથી એક વ્યક્તિ મરે છે.!! સિગારેટ, બીડી ફૂંકનાર લોકો પહેલા ભણેલા નહીં પણ ગણેલા એટ્લે ડિગ્રી વગરના લોકો વધારે ફૂંકતા હતા અને અત્યારે ગણેલા નહીં પણ  ભણેલા મતલબ કે ડિગ્રી પ્રાપ્ત કરેલાઓ વધારે ફૂંકે છે. અને એમાં પણ આજ-કાલ કોલેજીયનની સંખ્યા ખાસ વધી રહી છે. પછી એ ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું. અપવાદરૂપ ક્યારેક-ક્યારેક છોકરીઓ પણ એકાદ-બે કસ સિગારેટ કે બીડી ના ખેંચી લેતી હોય છે.                        

 

 એક સરસ મજાનો જોક્સ યાદ આવે છે. એક વ્યક્તિ દારૂ પી ને ઘરે જતો હતો એટ્લે રસ્તામાં ચક્કર ખાતો હતો (અરે ચડી જાય ને!). એટ્લે એક સજજને તેને સમજાવ્યું કે ભાઈ જો તમે આટલા રૂપિયાનો રોજ દારૂ પીવો તો મહિને આટલા રૂપિયા નો થાઈ અને વર્ષે આટલા થાય અને પાંચ કે દસ વર્ષેના અંતે તમે બચાવેલા પૈસામાંથી તમે સામે હોય એવો બંગલો ખરીદી શકો. હવે એકતો પેલા પિયક્કડની આમ પણ  અક્કલ કામ કરતી ન હતી અને ઉપરથી આવું લેક્ચર્સ એટ્લે તેણે એક જ સવાલ કર્યો : સાહેબ તો તમારા સામે દેખાય એમાંથી કેટલા બાંગ્લા છે?. સાહેબે જવાબ આપ્યો: મારો તો એક પણ નથી. અને પિયક્કડ બોલતો-બોલતો ચાલ્યો ગયો કે તો શું મને સમજાવો છો પેલા પોતાનું કરો..