ચાલ જીવી લઈએ…..

ચાલ જીવી લઈએ…..

તો આજે ઘણા સમય બાદ આ મુવી જોવાનો મોકો મળ્યો. કાશ કે વહેલો જોવાનો મોકો મળી ગયો હોત!!! પણ મુવી જોવા કરતા મુવીને માણવાનો અને સમજવાનો જે ચક્ર મળ્યું છે તે જ અદ્દીતીય છે.
જિંદગીને કેવી રીતે જીવવી એ એક દીકરાને તેના પપ્પા સિવાય કોઈ પણ ના સમજાવી શકે. અને કદાચિત તમે સમજી પણ શકો જ્યારે તમે પોતે એક પપ્પા બની જાવ મતલબ કે એ સ્ટેજ પર તમે પહોંચી જાવ ત્યારે જ તમને અમુક બાબત સમજાય.
જ્યારે-જ્યારે આવા પ્રકારના મુવી જોવ છુ ત્યારે-ત્યારે મને એપ્રિલ 15, 2013 સવારના 07:00 કલાક યાદ આવી જાય છે. આમતો ક્યારેય ભુલાતું તો નથી જ પણ આવા સમયે આપણે કહેતા હોઈએ ને કે વધારે યાદ આવી જાય તેવું થાય છે. માતા-પિતા હંમેશા તેના સંતાન માટે બધી જ મહેનત કરતા હોય છે પછી ભલે તેમાં જીતવાના ચાન્સ 1% જ હોય!!! ઘણી વખત મને પણ એવું લાગે છે કે જે પ્રમાણે તેઓએ જે મહેનત કરીને મને પગ ભર ઉભો કર્યો તે પ્રમાણે હજુ સુધી મેં ખુશી કે સુખ આપવામાં હું એટલો સફળ નથી રહ્યો. હું એવું ક્યારે નહી કહું કે, તેમાં મારા નશીબ કે કિસ્મત સાથ નથી આપતા. પણ ક્યાંક ને ક્યાંક મારી મહેનત ઓછી પડી રહી છે!!! ટૂંક સમય થયા કંઈક બીજે જ દિમાગ ચાલી રહ્યો છે પણ છે તો લખવામાં જ દિમાગ ચાલી રહ્યો છે. હમણાંથી થોડો આળશું પણ થઈ ગયો છું. Whatsap મેસેજમા વધારે વ્યસ્ત થઈ ગયો છું પણ ટૂંક સમયમાં જ કંઈક નવું જાણવા મળશે જ.

જિંદગી તમને આગળ વધવા માટે બીજા રસ્તાઓના પણ સંકેત આપી રહી હોય છે.

આજે સવારે ઓફિસે આવવા ઘરેથી નીકળ્યો. વરસાદ તો બંધ થઈ ચૂક્યો હતો પણ અમુક-અમુક જગ્યાએ પાણી ભરાયા હતા એટ્લે મે સીધા હાઇવે પર અસ્સ્લાલી થી સનાથલ થી નવાપુરા સુધી ક્યાય ટ્રાફિક ના નડ્યો પણ પણ પણ નવાપુરા થી ચાંગોદર બ્રિજ સુધી ચક્કાજામ ટ્રાફિક!!! આવામાં અમારા જેવા બાઇક લઈને ગમે તેમ સાઇડમાથી પણ આગળ નીકળી જાય પણ જેઓ ચાંગોદર બ્રિજની નજીક પહોચ્યો ત્યાં જ ખબર પડી કે, અહિયાં તો અડધાથી ઉપર બાઇક ડૂબી જાય તેટલું પાણી ભરેલું છે એટ્લે તો ટ્રાફિક જામ થયેલો છે!!!
તો હવે પ્રશ્ન ઉપસ્થિત એ થયો કે, આગળ શું કરવું? ઓફિસે જવું કે નહીં? તેવામાં જ સાઈડમાં દુકાન પર ઉભેલા એક ભાઈએ કહ્યું, “ભાઈ બ્રિજ ક્રોસ કરવો હોય તો થોડા રિવર્સમાં પાછળ જાઓ અને રોંગ સાઇડમાથી બ્રિજ ક્રોસ કરો કારણ કે તે સાઈડ જરા પણ પાણી ભરેલું નથી.” તો હવે ફરીથી પ્રશ્ન ઊભો એ થયો કે આ ભાઈ કહે છે તેમ કરવું કે નહીં? બે-ત્રણ મિનિટના વિચાર કર્યા બાદ નક્કી કર્યું કે પહેલા તો રોંગ સાઇડમાં જઇએ પછી ખબર પડે (આ જ વિચારમાં એક વિચાર એવો પણ આવી ગયેલો કે, ઓફિસે જવું જ નથી રીટન ઘરે જતું રહેવું!!) જેવો થોડે રિવર્સમાં રોંગ સાઇડમાં ગયો અને પછી રોંગ સાઇડમાં જ બ્રિજ ક્રોસ કરીને કરીબ ત્રણ-ચાર કિલોમીટર રોંગ સાઈડના સર્વિસ રોડ પર બાઇક ડ્રાઈવ કરી અને પછી ક્યાય ટ્રાફિક ના નડ્યો પણ હા પાણી ભરાયેલા નડયા!!!

તો પહેલા તો તે અજાણ્યા ભાઈએ જે કહ્યું તેના માટે તેઓને ધન્યવાદ. અને આ ઘટના કહેવાનો ઉદેશ્ય મારો એટલો જ છે કે, ક્યારેક જિંદગીમાં પણ આપણે આગળ જ વધવા માંગતા હોઈએ પણ ક્યારેક-ક્યારેક એવી પરિસ્થિતી ઊભી થાય છે કે થોડુક એવું પાછળ જવું પડે અને ત્યાથી ફરીથી આગળ વધો તો ચોક્કસ તમે પહેલા કરતાં બમણી ગતિથી આગળ વધશો. મારી સાથે તો આવું ઘણી વખત બન્યું છે અને હજુ કેટલી વાર બનશે ખબર નહીં! અને કદાચિત એવું પણ બને કે જિંદગી તમને આગળ વધવા માટે બીજા રસ્તાઓના પણ સંકેત આપી રહી હોય છે. જરૂરી એ છે કે આપણે જાગતા રહેવું ગમે ત્યારે ગમે ત્યાથી આગળ વધી શકવાના રસ્તા મળી જ જતાં હોય છે.