कोई डिग्री, डिग्री नहीं चाहिये?? मतलब जिसे कलर्क की नोकरी भी नहीं मिल शकती वो देश चला शकता हे?? अब क्या करोगे धिस इस इंडिया ज़िंदा बाद —- भूतनाथ रीटर्न्स

 

શનિવારે રાત્રે “નટરાણી”, ઉસમાનપુરા, અમદાવાદમા જિંદગીમાં પહેલીવાર એક નાટક જોયું અને એ પણ “”ગુજરાતી.””

“એક નવી શરૂ…આત…” અને “1 અને એક”

ખૂબ જ સરસ નાટકના પાત્રોનો અભિનય અને ખૂબ જ સરસ તેઓનો સંદેશ. કદાચિત તેઓએ જે સંદેશ આપ્યો તે કોઈ આજ-કાલનો કે કાઇં નવો પણ નથી. એ બિલકુલ સાચો સંદેશ હતો, છે, અને રહેશે. જે આપણને બધાને ખ્યાલ છે પણ,માનતા નથી. તેઓએ અત્યારના માહોલ પ્રમાણે જે આ નાટક ભજવ્યું તે બિલકુલ પરફેક્ટ સમયે છે.

        આ નાટક જોયા પહેલા વેરાવળ થી અમદાવાદ આવતી વખતે બસમાં “ભૂતનાથ રીટર્ન્સ” મૂવી જોયું. તે મૂવી વિષે અત્રે થોડું નોંધી રહ્યો છું.

 

कोई डिग्री, डिग्री नहीं चाहिये??

मतलब जिसे कलर्क की नोकरी भी नहीं मिल शकती वो देश चला शकता हे??

अब क्या करोगे धिस इस इंडिया ज़िंदा बाद

                              —- भूतनाथ रीटर्न्स

 

        વાતમાં સાચા પાયે દમ છે. જેની કદાચ પરીક્ષા લેવામાં આવે એક બેન્કના કારકુનની કે કોઈ બીજા સરકારી ઓફિસના કારકુનની અને તેમાં તે પાસ પણ ન થાય તેવા લોકોને આપણો દેશ ચલાવવાનો અધિકાર છે. એકોરોડિંગ ટુ રુલ બૂક 1) તમે ભારતના નાગરિક હોવા જોઇએ, 2) તમારી ઉમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ, 3) તમારા પર કોઈ ફોજદારી ગુનો ના હોવો જોઈએ તેવું સર્ટિફિકેટ, 4) તમારા દિમાગની હાલત સરખી હોવી જોઈએ.

        અરે,યાર અત્યારના જમાનમાં તો તમારે મેરેજ કરવા હોય તો પણ તમારા બાયોડેટામાં તમારે M.B.A., M.C.A., C.A., C.S., PH. D., એવું દર્શાવવું પડે છે. (ઘણા તો કંકોતરીમા પણ ઇન બ્રેકેટમાં () પોતાની ડિગ્રી દર્શાવે છે.) પણ, જો તમારે ભારત દેશ ચલાવવો હોય તો આપણાં નિયમમાં એવી કોઈ ચોખવટ નથી કે ફલાણી કે ફલાણી ડિગ્રી તમારી પાસે હોય તો જ તમે ચુટણીમાં ઉમેદવારી નોંધાવી શકો!!!

“પાયાના કામ : મોટા કે નાના ?”

જેટલા પણ પાયાના કામ છે એ બધાને આપણા સમાજે, આપણી દુનિયાએ,આપણા લોકોએ ખરબમાં ખરાબ ગણાવ્યા છે. આ એક સત્ય હકિકત છે. ભલે, આપણે બધા બરાડા પાડી પાડીને કહેતા હોઇએ કે “કોઇ પણ કામ મોટુ કે નાનું નથી હોતુ.” પણ સત્ય એ છે કે આ વાતને આપણે સમ્પુર્ણપણે માનતા નથી અને જે માને છે (અને જાણે છે!) તેઓને પણ આપણે આપણા જેવી વિચારસરણી મુજબ જીવવા માટે મજબુર કરીએ છીએ.

   હવે પાયાના કામની યાદિ અહિયાં મારાથી તો શું કોઇનાથી બધી તો ના જ મૂકી શકાય પણ જેટલા અગત્યના અને મને ટુંક સમયમાં ધ્યાનમાં આવ્યા છે તેની હુંઅત્રે ચર્ચા કરવા માંગુ છું. આખરે, આપણો દેશ લોકશાહી(કહેવા ખાતર!) છે. જે આપ બધાને ઠીક લાગે તે સાચુ! જેમ કે,

*ટ્રાન્સપોર્ટેશન

 

i) આમાં શરુઆત રિક્ષા ડ્રાઇવર કે ટેક્ષી ડ્રાઇવર કે સિટી બસ કે સરકારી બસના ડ્રાઇવરથી કરીએ : જસ્ટ ઇમેજીન સવાર સવારમાં ઓફિસે પહોચવામાં કે દુકાને જવા માટે (જેની પાસે પોતાનુ વાહન ના હોય તે) તમને કોઇ પણ રિક્ષા કે ટેક્ષી કે સિટી બસ ના મળે તો? ખાલી વિચારી તો જુઓ શું હાલત થાય તમારી? અને જો તમારી ઓફિસ તમારા ધરે થી 10 કિ.મિ. દુર હોય તો? બસ વિચાર કરો…

ii) આમા એ લોકો આવે છે જે ડાયરેકટલી આપણ ને મદદમાં નથી આવતા પણ જ્યાથી તમે જે કોઇ પણ વસ્તુ ખરીદવા જાવ છો ત્યાં આ લોકો તે વસ્તુને પહોચાડે છે. મતલબ કે કોઇ કરીયાણાની દુકાનવાળાભાઇ, વખારિયા બજારમાથી માલ મંગાવે અને વખારીયા બજારવાળા વેપારી જેના મારફતે માલ મોકલે તે લોકો. આપણેત્યાં આવું કામ કરનારને “મજુર” તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી જસ્ટ ઇમેજીન. જો તમારે કરિયાણાની કોઇ વસ્તુની જરૂર આકસ્મિક રીતે પડી અને એ વેપારીભાઇ ક્હે કે “હવે, તો મજુરીકામ ક્યાં કોઇ કરે છે એટલે, અમે આવતા અઠ્વાડીયે લાવીશુંત્યારે મળશે”. બસ, વિચાર કરો જો બધા લોકો આ કામને નાનું ગણવા માંડે તો શું થાય?

 

(iii) : ગાઠીયા/ફાફડા અને જલેબીની લારીવાળા : ફાફડા અને જલેબીનું નામ પડતા જ બધાના જીભે પાણી આવી ગયું ને. અને તારક મહેતાના જેઠાલાલ પણ યાદ આવી ગયા હશે. હવે દોસ્તો અગેઇન જસ્ટ ઇમેજીન. તમારે ત્યાં કોઇ બહારગામથી મહેમાન આવ્યા છે. અને સવારે તમે ગાઠીયા અને જલેબી લેવા નીકળો છો પણ ગાઠીયાવાળાની લારી કે દુકાન નથી મળતી કારણ કે તેઓએ પણ “હવે આવું નાનું કામ કરવાનું બંધ કરી દીધું છે.” તો શું થાય?

 

(iv) ચા ની કેબીનવાળા વેપારી : તમારે કાલે સવારે બહાર જવાનું છે અને ચાર-પાંચ ક્લાકની મુસાફરી બાદ તમને કોઇ “ચા” ની દુકાન નથી મળતી અને તમારું માથું પાકી ગયું છે. તમે જ એક દિવસ કહેતા હતા કે “ચા હું થોડી વેચું તેના કરતા તો હું મરી જવાનું પસંદ કરું.” તો શું થાય? કે પછી ઓફીસની નજીક ચા વાળાભાઇ બંધ હોય અને સવારે ચા ના મળે અને દુરથી લેવા જાવી પડે ત્યારે કેવી ફીંલીંગ થાય? અને હા “ચા” તો આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ મોદી એ પણ વેચેલી કે તેથી કમ સે કમ આ કામ ને તો આ કામ ને તો નાનું કામ કહી અને સમજી પણ ના શકાય.

 

(v)શાકભાજી વેચવાવાળા : આ ટોપીક જોરદાર કોમેડી વાળો છે મારા માટે. “માણસને જે પોતાની શરીરની અંદર એટલે કે જે ખાવું છે તે સાવ સસ્તામાં સસ્તામાં સસ્તું જોઇએ છે અને જે શરીરની ઉપર પહેરવાનું છે અથવા તો બીજા શબ્દો કહીએ તો “દેખાડો” કરવાનો છે દુનિયાની સામે, તે સૌથી મોંધામાં મોંધુ જોઇએ છે.” કદાચિત આટલી વ્યાખયામાં જ બધા સમજી ગયા હશે. આપણે ત્યાં શાકભાજી વેચવાનું કામ એકદમ તુચ્છ પ્રકારનું ગણવામાં આવે છે. “શાકભાજી વેચીને જે વ્યક્તિ મહિને વીસેક હ્જાર (૨૦૦૦૦/૦૦) ક્માતો હ્શે તેની ક્દર આપણા સમાજમાં નથી હોતી, પણ એ.સી.વાળી ઓફીસમાં મહિને તેનાથી અડ્ધું કમાતો હોય છે તેની કદર વધારે હોય છે આપણા સમાજમાં. અને શાકભાજી પણ આપણે ત્યાં રોડની નીચે બેસીને વાહનોના ધુમાડા ખાતું હોય, આપણે ચાલતા હોય ત્યારે ઊડતી ધુળ પણ એમાં ચોટતી હોય તે રીતે વેંચવામાં આવે છે. (કદાચ બધી જગ્યાએ આવી રીતે નહીં હોય). હવે, જસ્ટ ઇમેજીન તમારે કરી લેવાનું જો શાકભાજી લેવા જઇએ અને કોઇ શાકભાજી વેચવાવાળા જ ના હોય તો શું થાય?

 

એવું નથી કે બધા લોકો આવું કામ કરવાવાળાને નાનું કામ ગણતા હોય! અને એ પણ સત્ય છે કે આવું કામ કરવાવાળા બધા લોકો પણ પોતાના કામને મોટું કામ નથી સમજતા.

 

મોસ્ટ ઇમ્પોર્ટેંટ વાત કે જો તમે જ તમારા કામને મહત્વનુ નથી ગણતાં, કદર નથી કરતાં તો બીજા લોકો ક્યારેય પણ મહત્વનુ નહીં ગણે. ખરેખર તો કામને “નાના કે મોટા” ની વ્યાખયામાં જ ના લાવીએ તો જ સારું છે ને.!!!