Try And Try, You Will Succeed ?

Try  And Try, You Will  Succeed ?

        શું અત્યારે આ ફિલોસોફી સાચી ઠરે છે ? જે રસ્તા પર જવાથી આપને મંઝીલ મળવાની નથી તે રસ્તા  પર આપ  ગમે તેટલી વખત પ્રયત્ન કરો, અથાગ મહેનત કરો, દિવસ-રાત એક કરી દો, ખૂન પસીનો એક કરી દો પણ સફળતા ક્યારેય હાંસલ નહિ થઈ શકે। જરૂરી હોય છે રસ્તા ને બદલવાની આજકાલ પરિણામો બધાના આવી ગયા ઘણાને ધાર્યા કરતા સારા માર્ક્સ આવ્યા અને ઘણાને ધર્યા હતા તેટલા પણ ન આવ્યા। જેને ધાર્યા  હતા તેટલા  માર્ક્સ ન આવ્યા તેને પૂછશું એટલે એ કહેશે “મેં તો બહુ મહેનત કરી હતી તોય ધાર્યા પ્રમાણે પરિણામ ન જ મળ્યું”  ધાર્યા કરતા વધારે અને ધાર્યા પ્રમાણે પરિણામ ન આવ્યા તેને  પૂછશું તો તે પણ કાંઇક આવો જ જવાબ આપશે।

     આપણે અહિયાથી રાજકોટ જવાનું હોય અને આપણે  કોડીનાર, દીવ બાજુ જઈએ તો રસ્તામાં કોક તો કહેશે જ કે “ભાઈ  આપે  આ  રસ્તો જ ખોટો લીધો છે”  એવી  જ રીતે જિંદગીનું હોય છે। ક્યારેક એવા રસ્તા પસંદ કરી લઈએ છે કે જે આપણા માટે બન્યા જ ન હોય તો તે સમયમાં જેમ બને તેમ વહેલું અથવા ભલે મોડું થઇ ગયું હોય તો પણ રસ્તાને બદલી ને જિંદગીની ગતિ ને આગળ ધપાવવી જોઇએ,  નહિ કે જિંદગીને જ અટકાવી ને!

     

આપણે આપણા ઘરમાંથી જ ભ્રષ્ટાચારને દુર નહી કરીએ તો સરકારી સિસ્ટમમાંથી કેવી રીતે દુર થઇ શકે?

એક  માતા-પિતા તેના  બાળકને જયારે  પહેલી વખત સ્કૂલે મુકવા જાય  છે  ત્યારે જો બાળક રડે તો તેના માતા-પિતા કહશે “બેટા  જો તું  સ્કૂલે જઈશ તો  હું તને તને ચોકલેટ લઈ દઈશ”

               થઇ ગઈ ને ભ્રષ્ટાચાર ની શરૂઆત!!!!

પછી બાળક ચોથા  કે પાચમાં ધોરણમાં આવશે એટલે કહશે “બેટા  જો તું પરીક્ષામાં સારા માર્કસ લાવીશ તો   હું તને સાયકલ/ઘડિયાળ/બેટ/રીમોટવાળી કાર/વિડીયો ગેમ લઈ દઈશ”

 આવું તો કઈ  કેટલુંય નાનપણથી જ શરૂઆત થઇ જતી હોય છે અને એક પ્રકારે તો આ ભ્રષ્ટાચાર જ કહેવાય.   જો આપણે આપણા ઘરમાંથી જ ને દુર નહી ભ્રષ્ટાચાર કરીએ તો સરકારી સિસ્ટમમાંથી કેવી રીતે દુર થઇ શકે?

 જે પ્રાથમિક કે માધ્યમિક ના વિદ્યાર્થીઓ સ્કૂલે જતા ડરે છે (હું પણ ડરતો)  શું કામ? શું કામ? શું કામ? મને પણ નથી ખબર!! હા કદાજ આવી રીતે “જો સારા માર્કસ લાવીશ તો” વાળી નીતિ ના કારણ થી જ.

 જો આવી નીતિ અપનાવીશું તો તેંઓમાં લાલચ વધશે ડર નહી જાય ક્યારેય પણ. કદાજ આપણે જ ડર ને વધારી દીધો છે બોલી બોલી ને. કોઈ પણ વિદ્યાર્થી આઠમમાં કે નવમામાં આવશે એટલે  તેના મોટા ભાઈ કે બહેન કે તેના સ્કૂલનાં સર કે ટીચર ને પૂછશે કે “કોમર્સ સહેલું કે સાયન્સ સહેલું (હા આટર્સ તો સહેલું છે જ આવું બધા માને છે!!!) આવું કેમ બને છે? 

કદાજ આ ડાયલોગ અહીયા લાગુ પડશે ” હમ તો કોલેજ ડીગ્રી કે લિયે  જાતે થે, અગર ડીગ્રી નહી હોગી તો કોઈ કંમ્પની નોકરી નહી દેગી, નોકરી નહિ હોગી તો કોઈ બાપ અપની બેટી નહી દેગા, બેંક ક્રેડીટ કાર્ડ નહિ દેગી, દુનિયા તુમ્હે રીસ્પેક્ટ નહી દેગી” કદાજ આ કારણ સર પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા ડરતા હશે. 

લોકો અને આપણે, તમે અને હું બધા વિદ્યાર્થીઓ ને કહેતા હોયએ કે “ભણવું તો પડશે, ભણ્યા વગર તો ચાલે જ નહી” હા હું પણ માનું છુ પણ આ વિધાનમાં થોડોક ફેરફાર કરીને બોલવાનું શરુ કરીએ તો “ભણવું જોઈએ કારણ કે ભણીએ તો આપણું જ્ઞાન વધે” બસ થોડોક જ ફેરફાર કરવાનો છે શબ્દોમાં કારણ કે “પડશે” એટલે “પરાણે” એવો પણ મતલબ થઇ શકે અને ડર ઉત્પન્ન થવાનો અને જો તેને વહેલી તકે ઘટાડવામાં ના આવ્યો તો તે વધવાનો છે અને ઘટાડવાનાં કોઈ ઉપાય હજુ સુધી શોધવામાં નથી આવ્યા હા વધારવા માટેના બધાના મોઢા માં અઢળક ભરેલા છે।   

 

 

જ્યાં નિષ્ફળતા છે ત્યાં સફળતા સુનિશ્ચિત છે જ.

સવારે દિવસ ઊગે છે સાંજે દિવસ આથમે છે અને પછી રાત્રી આવે છે ક્યારેક આખા દિવસ દરમિયાન
તડકો રહે છે તો ક્યારેક છાયો પણ આવે છે જેવી રીતે કોઈ બિલ્ડીંગ ના પગથિયાં નીચે થી ઉપર તરફ
જાય છે અને એ જ ઉપર થી નીચે તરફ પણ આવે છે તેવી જ રીતે આપણી જિંદગીમાં પણ ક્યારેક ચડાવ
અને ઉતરાવ આવે છે. જેવી રીતે કોઈને પણ કાયમી માટે દુ:ખ પણ નથી મળતું, જ્યાં દુ:ખ હોય છે ત્યાં
સુખ તો આવવાનું જ છે. જેમ કોઈ છોકરાને કોઈ છોકરી સાથે પ્રેમ થઇ જાય અને પછી શરૂઆતના
દિવસો કેવા સરસ મજાનાં સુહાના જતાં હોય છે અને ક્યારેક એવા પણ દિવસો આવે છે કે ફોન પર
વાત પણ નથી થઇ શક્તિ અને થોડાક દિવસો કેવા દુ:ખ ભર્યા જતાં હોય છે. ઍક કાર જેમ આગળ ની
તરફ જાય છે તેમ પાછળ ની તરફ (રીવર્સ) પણ જઇ શકે છે.
આ બધા જ જેમ બે સંભાવનાઓ રહેલી છે કા ટી સારું થાય ક તો નબળું થાય. આ બધુ જ સફળતા
અને નિસફળતામાં પણ બનતુ હોય છે. જેવી રીતે નાનો છોકરો સાયકલ શિખતા સમયે સાયકલ પરથી
પડે છે અને તેને લાગે છે ને દર્દ થાય છે તેવી જ રીતે સફળતા મળતા પહેલા પણ નિસફળતાનો સ્વાદ
ચાખયા પછી જો મીઠી ખાવાનું મન થાય અને પછી સફળતા મળે ત્યારે તેનો જે સ્વાદ આવશે તેવો પહેલામા તો ન જ આવી શકે. ખાવાની વાત આવી છે તો આપણે જમતા હોઈએ ત્યારે આપણને તીખું
લાગે અને પછી આપણે મીઠાઇ ખાઈએ અને એ જે સ્વાદ આવે તેવો પહેલા જ મીઠાઇ ખાવામાં નથી
આવતો.
જ્યારે પણ આપણે સફળતા મેળવવા માટે અથાગ મહેનત કરીએ છીયે, આપણાં તરફથી બસો
ટકા ની મહેનત કરીએ છીયે, સફળતાની જ ઝખના કરીએ ત્યારે નિસફળતા અચૂક જ મળે છે અને મળવી જ જોઈએ કારણ કે જ્યાં-જ્યાં નિસફળતાઓ રહેલી છે ત્યાં-ત્યાં અઢળક સફળતાઓ રહેલી છે. સફળતામાં
અને નિસફળતામાં ફર્ક ફકત પહેલા જ અક્ષરોનો જ છે. નિસફળતામાંથી “નિસ” અને સફળતામાથી “સ”
આ બે અક્ષરો ને જે પ્રમાણે આપણે માનીએ તેવું જ પરિણામ આપણી સમક્ષ ઊભું થતું હોય છે.
એટલા માટે જ કદાજ અબ્રાહમ લીકને કહ્યું હશે કે “ મારી મોટી ચિંતા એ નથી કે તમે નિષ્ફળ ગયા છો,
પણ મારી મોટી ચિંતા એ છે કે તમારી નિષ્ફળતામાં સંતોષ તો નથી મણિ લેતા ને.”
અને જ્યાં નિષ્ફળતા રહેલી છે ત્યાં સફળતા સુનિશ્ચિત છે જ.